Wednesday, July 24, 2024

દાતારી

સૂર્ય કોઇ બીજા ખંડ માં પ્રજ્જવિત થવા પ્રસ્થાન કરવાં તૈયાર જ હતો .
દિવસ અને સાંજ ની સંક્રાંતિ અવસ્થા એટલે કે સાંજ પડી જવા આવી હતી .
મારા પગ ના ATP વધુ ન વપરાઈ જાય એવા આશયે હોસ્પિટલ માંથી શોર્ટકટ લેવાનું નક્કી કર્યું .

મારું ચેતાતંત્ર આમ પણ સુષુપ્ત થઈને બધું ઓટો મોડ માં ચલાવી રહ્યું હતું .
બસ રોજની જેમ દર્દી ના સગાવહાલા ની લાઈનો,
એમના ચહેરા પર જલ્દી થી એમના સ્નેહી સાજા થયા એની રાહ ,
જલેબી ખાતું એક બાળક   


અચાનક એમ્બ્યુલન્સ આવીને પેશન્ટ ને તાત્કાલિક ICU માં લઇ ગયા .

ત્યાં મારી પાસે કોઈ પડછાયો સરકીr રહ્યો હોય એવું લાગ્યું ને 
મારું ધ્યાન પડ્યું
એ સ્ત્રી પર ,
ચીથરેહલ કપડાં ને 
અઠવાડિયા થી કંઈ ખાધું નહિ હોય કદાચ એણે,

   હું પણ દાન કર્યા નું પુણ્ય મેળવીને આત્મ સંતોષ મેળવી લઉં એવા સ્વાર્થી પણ acceptable આશય થી ખિસ્સા માં હાથ નાખ્યો ,

એ કહે 
" થોડી દવા લય દેહો ?!! "

મેં કહ્યું કે સરકારી dispensary છે મફત માં મળી જશે તમને .


" ઈ કેય છે કે બાર થી લય લેઝો
ન્યાં તો ખૂટી ગય !!
અમારા ઈ ને અહી દાખલ કરિયા છ "

એનાં અવાજ માં રહેલા ઊંડાણ ને હું
મારા logical reasoning પ્રમાણે tackle કરી શક્યો નહિ .
મારી પાસે કોઈ ઉતર નહોતો ને 
એમ પણ 
રડી રડીને સૂઝી ગયેલી એની આંખો ..

પાસે ના મેડિકલ પર ગયા ને મેં prescription આપ્યું.

ત્યાં બેઠેલો વ્યક્તિ તો મારો જાણીતો
એ કહે કોની માટે છે ?!

 ' આ બાઈ માં પતિ માટે '
મે જવાબ આપ્યો..

પણ મેડિકલ વાળો કહે 
" એમાં ઘરધણી ને ગુજરી ગયા ને ચાર દિવસ થઈ ગયા ને તમે ત્રીજા વ્યક્તિ છો જેની સાથે દવા મંગાવી એણે ,
આવા તો આવ્યા રાખે .."

હું અટવાયો કે શું કરું પણ મારે જાણવું હતું કે એ દવાનું કરશે શું ?!

થેલી લઈને થોડે દૂર એની પાસે જઈને આપી .
એને ચાલવાનું શરૂ કર્યું ને હું પાછળ .
એ dispensary માં થેલી આપીને 
એ થોડી વાર માં અલોપ થઈ ગઈ .
મને વિચારો ના ઝંઝાવાત માં મૂકીને ક્યાંક.....

સૌ દીવાઓની આ લાચારી! નહિ ચાલે ; એ હવા દાદાગીરી તારી નહિ ચાલે

brothers day

आज brother's day है
यानी की भाई का दिन ..

तो इसे सेलिब्रेट कौन कर रहा ,
Obviously बहने ही ,,

लेकिन मुझे तो उन बहनों को शुक्रिया कहना है ,

बिना किसी स्वार्थ से हमारा ध्यान रखने वाली एक स्त्री ,
शायद उसके लिए हम मायने रखते है 
दूसरे किसी संबंध के शायद खटाश आ जाए पर यह।।
सिर्फ है शुद्ध प्रेम 
ये जो सत्व..

हमारी ऐसी दोस्त 
जो सिर्फ हमारा अच्छा ही सोचें,
उनके इन समर्पण से हम अभिभूत है ,
उनके प्रयास
हमारी सफलता के लिए उनकी प्रार्थना
उनकी यही बातें
सब के लिए ये आदर ..

शायद वोह कभी उम्मीद नहीं रखती कोई भेट या कुछ लाभ मिल जाए। 
उनके इन निस्वार्थ अपने से परे प्रयत्न को नमन ✨🙌🏻🎗️🤍⚡

પૂરી ડાયરી


આ ધક્કા મૂકી ને ગણકાર્યા વિના હું પહોંચી ગયો પ્રભુ ના દૃશ્ય પ્રદેશ માં 

આમ તો મારે કહેવું જોઈએ પ્રભુ મારી દૃષ્ટિ સીમા માં પ્રગટ થયા કેમ જે એમની કૃપા વર્તુળ માં તો હું પહેલી થી જ અસ્તિત્વ માં છું ,

બહાર ના આ કોલાહલ વચ્ચે અંદર કોઈક અદભૂત નીરવતા હતા માત્ર સંભળાય રહ્યાં હતાં પ્રભુ નો જયજયકાર ,


પણ મને તો પ્રભુ જેમ મંદ સ્મિત રેલાવતા હોય એવું ભાસી રહ્યું હતું .

હું મૌન હતો કદાચ અંદર પણ તરંગો શમી ગયા હતા , હું અહી થી નીકળવા નહોતો માંગતો પણ તો કદાચ પ્રભુ ના બીજા ભક્તો નો અવરોધ નાની જઈશ ,

હું બહાર તો હતો પણ મારું ચિત્ત ત્યાં જ અટકી ગયું હતું મારામાં હતા અભિભૂત મનોભાવ





ક્ષિતિજે નજર ફેરવું પણ એનો છેડો પામવો ક્યાં આંખો માટે શક્ય છે ,

જળ અને જમીન ની આ સંક્રાંતિ અવસ્થા જેમાં 

મોજા ઓ ની કિનારે સૌથી પેલા પહોંચી જવાની હરિફાઈ 

જેમાં મારા પગને કોણ પેલો થપ્પો કરી દે એવી વૃત્તિ

વાદળો પણ પોતાને ઠાલવી દેવા ઝનુને ચડ્યા હતા .

સાથે આવતા પવન ના સપાટા આ પૂર્વીય તટ ના 

 આ સર્વે નું સંયોજન થી ઉદભવતી

 મારી મનોસ્થિતિ…

Crisis

સમય નો કે પછી કોઇ પણ crisis આવે એટલે panick થઈ જાઉં છું 
કદાચ હવે એ ઓટોમેટિક થઈ ગયું છે કે હું ભાગતો થઈ જાઉં છું ,

Absurd કહું તો મારી ફાટી રહી જાય છે,
પણ ઘણીવાર મારા પપ્પા અતિશય chill,
એ લાગે પડશે એવા દેવાશે 
.directly તો કહે નહિ ..
ભગવાન ભરોસે કામ કાજ ચાલતું રેશે..
મારો પોઇન્ટ prove કરવા હું ધમપછાડા કરું
એમને provoke કરવા ના દરેક પ્રયત્ન કરું,
જેટલા logic Possible હોય એ આપી કરું 
Obviously વધુ પડતાં exaggerated જ..
ધડ માથા વગર ના બહાના ..

આવું થશે તો ,
આટલું ખરાબ થશે તો

આમ્ તો હુ basically
Over thinker ..

કોઈક ની છિંક આવેને મારી પર છાંટો ઉદે તોય આભ ફાટ્યું હોય એવું ધારી લઉં ..
આમ તો metaphor માં કહ્યું પણ હું આવો જ છું .

શોધું છું



બારેમાસ ટકે એવી સોડમ મઘમઘતી શોધું છું,. 
અહમ ના પ્રહારો થી કોઈ મુક્તિ શોધું છું ,
 શબ્દો નો ઝંઝાવાત નથી સર્જવો મારે , વર્ણવવા તને એક ચોટદાર પંક્તિ શોધું છું ,
 સંવેદના ઓ માટેની એક અભિવ્યક્તિ શોધું છુ ,
 પ્રશંસા ના છંટકાવ નું આકર્ષણ નથી મારે, 
ખુદ ના પ્રતિબિંબ સમી એક વ્યક્તિ અમસ્તી શોધું છું,
 એના અસ્તીત્વ થી અજાણ છે ઘણા પણ હું એ હસ્તી શોધું છું .

પ્રભુને પત્ર

તારા લય માં દોલનો કરતાં મન માં વિસ્ફોટ થાત કે પછી અશ્રુ ના બિંદુ થી ઉદભવતી કોઈ ત્સુનામી ,
કેવો હોય રંગરૂપ કે પછી ન પામી શકાય એવી છટા. રેટિના ની ક્ષમતા થી વધુ તરંગ લંબાઈ ના કિરણો માં ધોધ નો સ્ત્રોત સમો તું કે મન ના સ્મૃતિ પટલ માં આછા ઝીલાયેલા તારા ભણકારા. મહાસાગર ના તળિયે રહેલા કોઈ જીવડાં થી પણ સૂક્ષ્મ ને કેટલીય આકાશગંગા માં પણ ના સમાવી શકાય એટલો વિરાટ , તારા પ્રત્યક્ષ સ્વરૂપ ના સાક્ષી થવા માં ટુંકો પડતો પનો ને તને સાચવી લેવા માં જરૂરી સંગ્રહ ક્ષમતા ની અછત .


તારા સર્જનો ને નિરખવા સારું ઘટતું આયખું ને તને કચકડે મઢાવી લેવાની આતુરતા ,
તારી સિદ્ધિને આંકવા દોરાયેલા વર્તુળ ના બેય છેડા ક્યારેય ભેગા થશે ખરા ?
પ્રાણવાયુ ને નિરંતર ગ્રહતું તારા તત્વો નું આ પિંજર જુદા જુદા કાળખંડો માં અશ્મિ બને એવું ને ,
તો રાખ નો રજકણ બનું ને કૃષ્ણ વાંસળી ના છિદ્ર માં આવી અચંબિત થવું કે રામ ના ધનુષ ની પણછ માં આંદોલિત થાઉં.
તારી વારંવાર અનુભૂતિ કરવાની જીજીવિષા ને સારું તારા ઉદગમ ને ફંફોસ્યા કરું. ✨

Mobile farewell

A2 farewell



તમારો મોબાઇલ આમ તો સાવ નિર્જીવ પદાર્થ છે , એક ખાલી device જે જાતે કશું નથી કરી શકતું ભલે ને એને smart નું છોગુ લાગ્યું હોય છતાં પણ કૈક તો એવું જોડાયેલું છે જેને ભૂલવું શક્ય નથી એ છે યાદો .. ને એની સાથે સંકળાયેલા ઘણા કિસ્સાઓ ✨✨ ક્યારેક કામના સમયે hang થવાથી લઈને Battery low ના લીધે મજધારે જ અટવાઈ જવું .. કદાચ એનો પ્રતિભાવ થોડો જ જુદો રહ્યો હોત તો ઘણી ઘટનાઓ નું climax કઈક જુદી દિશા માં જ જતું રહ્યું હોય . ઘણી વાર એનાં ખોવાવાથી કરેલી દોડધામ , ચાલુ lecture માં વાપરવાથી પકડાઇ એનો જેલવાસ જેને અટકાવવા કરેલી કેટલીયે કાકલૂદી , એની ગુરુત્વાકર્ષણ સામેની હાર થી સ્ક્રીન ઉડી જાય એવી તો એની સાથે જોડાયેલી પરિસ્થિતિઓ કેટલીક માં એનો પ્રત્યક્ષ રોલ ન પણ હોય . છેલ્લે વધશે માનસપટ માં અંકિત કેટલીક છાપ

Hindi Index

कुछ सवाल अधूरे से । शुन्यवकाश। अनकहे जज्बात और ये एहसास । जिंदगी को समझने के लिए उछलकूद । अर्थ ना कह सकू पर अभिव्यक्ति की जरूरत । घृणा करते थे कुछ तुच्छ जीव। ब्रह्मांड के अधिपति का अपार प्रेम दुर्जनों से भी हर किसी से , भेदभाव नही । ह्रदय से क्षमा और ग्लानि का अभाव । शायद अनुकंपा । अपने अस्तित्व के भीतर हरपल रहता युद्ध ।क्षमा किसे प्रदान करू और किससे मांगू। जज्बातों का प्रलय । प्रकृति का नया आरंभ । ह्रदय के समुद्र में आती त्सुनामी। अंतर से संपूर्ण तक का प्रयाण । बाह्य आडंबरों से अलग । नासमज ओर misfit । विभिन्न से विचित्र तक का सफर । Expression से instinct तक प्रस्थान । सिर्फ नीरव शांति । थोड़ा अस्तव्यस्त पर intuition। प्रस्तावना कोई अवचेतन चित्र की,,।

Funny shayari

Funny Shayari 


તૂટ્યું છે મારું દિલ 
ને બની ગયો હું શિથિલ 

ચોપડીઓ ગઈ પસ્તી માં ને
Library જવાનું nil
બસ આંખો દિવસ ચાલ્યા કરે 
Instagram ની રીલ
સંવેદનો ના ફાયર એલાર્મ વાગે નહિ ક્યારેય પણ
ને હદય માં કંઈ જ નો થાય feel 
ખુદ થી લડવા કરવો પડશે કોઈ વકીલ..


એની ચાંદ જેવી આંખો જોઈને જ મળતું બસ thrill,
એમાં અંજાઈને થોડી તો 
નાની થશે જ તારી pupil

ભલે આવતી ખંજવાળ તને પણ
વાગેલા ઘા ને થોડુ તો થવા દે heal 
મન ના fluctuations ને સહેવાની 
ત્યાં સુધી શીખ થોડી તો skill


વિચારો મારા ક્યારેય ના થાય
સ્થગિત કે still...
હવે મારે લેવી ના પડે 
Psychiatrist ની
Anti depressing 
Pill

Start One liner

હુ મળું તને પ્રત્યક્ષ
કે અસ્તિત્ત્વ તારું આભાસી છે 
..
વાયદા તારા સાંભળીને હવે તો ઘડિયાળ પણ ત્રાસી છે.


હવે દુનિયાદારી ની દોરી કાપી છે આમ શરમાવું તારું અમસ્તું થાય નહિ , આંખો થી ઝાંખી શમણાંઓ ની અફાટ આપી છે , સંવાદો માં વ્યક્ત ન થયું પણ કલ્પનાઓ ની હારમાળા છાપી છે , ઘણો નિષ્ઠુર છું એવું ભલે લાગ્યું તને , પણ તારા સ્પર્શ થી વધતી મારી ધડકન મે માપી છે .


સ્ફુરણા

હૃદય ના ઉન્માદો ને તને કહેતા આવડતું નથી,
થોડુ મારી આંખો માં ઝાંખી લેને ..

સ્પર્શ તારો હું કરી નહિ શકું ,
મારો હાથ પકડી એમાં પ્રવર્તતી
ઉષ્મા નું તાપમાન માપી લેને …

કેટલો અનુભવુ હું આ લાગણીઓના પ્રલયને ,
ચહેરાના મારા ઉદગારો તું થોડાં વાંચી લેને ..

કેટલો ઝઝુમી લઉં અભિવ્યક્ત થવા તારી સામે,
મારા પ્રત્યે થોડું વહાલ રાખી લેને ..

તું હોય સદૈવ એ મારી ભ્રમણા હોય ,
પણ મારા હોવા ની ધારણા તારા હ્રદયમાં માં આંકી લેને …


 અલિપ્ત 




અયોધ્યા ડાયરી

ટ્રેન ઉપાડવાના 4 કલાક પેહલા અમે તો રેલવે સ્ટેશન પર ધામાં નાખી દીધેલા ને 
પછી
રિયલ struggle શરૂ થયું 
ટ્રેન માં ચડવા માટે ને
જેમ કોક પથરો ઘા કરે એમ કોઈક મારા સ્થિર શરીર ઉપર ઘા થઈ ગયું ને મારી શારીરિક Posture સીધી લાઇન માંથી આડી લાઇન માં આવી ગયો..
હવે ટ્રેન plateform પર ઊભી જ રે પણ સતરંગી વાળ વાળા નમૂનાઓને એનો ગરાસ લૂંટાઈ જતો હોય એમ ભાગ્યા કરતા હોય...
બસ બેઠા ને સેટ થઇ ગયા...
બસ થોડી રીલ સ્ક્રોલ કરીને 
ગામને forward કરવાનું ચાલુ કર દીધું ને એમના ઇનબૉક્સ માં ધોધ વહેવડાવી દીધો.
મારો સામાન તો AC માં ટાઢો થતો થતો અયોધ્યા તરફ નીકળી ગયો હતો પણ હું એના સિવાય ની અલગ જ ટ્રેન માં મારા બ્લેન્કેટ ની અછત માં બારી માં કાચ નો ટકોરા મારી રહ્યો હતો. Earphone ના ભૂંગળા મારા કાન ને અર્પણ કરીને આ સામાજીક રાજકીય ચર્ચાઓ થી દૂર સિનેમા ની દુનિયા માં જઈ રહ્યો હતો .




હવે રાત ના કેટલાય ઝોકા બાદ ની વહેલી સવાર માં પાણી ને ઢીંચીને મારી આજુબાજુ ના લોકો નો સહેજ પણ કર્ણપ્રિય ના હોય એવો ધ્વનિ સાંભળી રહ્યો હતો .થોડી વાર માં KitKat ને પેટ માં પધરાવી ને રુધિર નું થોડું સુગર લેવલ વધાર્યું.
અચાનક ઍક કાકા સાંપ સાથે ટ્રેન માં ચડ્યા mostly Bharat ના snakes બિન ઝેરી હોય છે પણ છતાં બધા ડરી ગયા
ને પછી મનને બારી માં રાખીને જોવા લાગ્યો દૃશ્યો જેમાં ટ્રેન ની તેજ રફતાર સાથે ઉડીને રેસ લગાડતા આ અજાણ્યા પંખીડાઓ ને 
પીળા ને લીલા રંગ ના અદભુત કોમ્બો ધરાવતા ખેતરો મસ્ત કેનવાસ રાચતા હોય..
ને સૂર્યાસ્ત સમયે રતુંબડા રંગ ની બની ગયેલા સૂર્યનારાયણ પૃથ્વી ના બીજા ગોળા ને પ્રકાશિત કરવા જવા લાગ્યા હતા.

Reflect

થોડું ડૂબી જઈશું 
તો
પેટાળ માં રહેલી નયનરમ્ય સજીવ સૃષ્ટિ જોવાનો લહાવો મળશે ...

થોડુક સ્કુબા 🤿 diving પણ ચાલે ને 
જિંદગી માં waves નહિ આવે તો 
ખાલી straight line રહેશે ..
હવે straight line patient dead 
થોડા

PQRS waves બનવા દેવા ચાલે ECG ની જેમ ..
બસ 
હાસ્ય જાળવી રાખજો
🧿🙌💭
ને
સંસાર નો સાર એ જ છે જે સહજ રહો..

બાકી નૌકા એટલાન્ટિક મહાસાગર પણ ત્વરિત પાર કરી દે એવી શુભેચ્છા 


- મારા ભીતર ઘૂઘવતા દરિયા થી

મૃત્યુ

Death
मृत्यु।।।

 made me 
चिंतन अवस्था 
ओर
 શૂન્ય ખાલીપા માં ...

માણસ જીવતે જીવ ભડકો થઈ જાય ત્યારે કોઈ એક પાણી પણ માં છાંટે 2 4 શબ્દો નું ને 
પછી અંદર થી ભડથું થયેલા શરીર ને નષ્ટ કરીને 
રાખ 
નદી માં વહાવી દે ..
આ કાંચિડા ની જેમ સાલું 
બધા જ રંગ ને ઇન્દ્રિયો ના સંવેદનો ..

કેટલું ઊંડું પણ સરળ 
અદભુત પણ જીવંત છે આ સજીવ સૃષ્ટિ ની વિવિધતા ...




Just અંત સ્ફુરણા ✨🙌

લેખન વિશે

આપણે જે વસ્તુ ડાયરેક્ટ વીંધી નાખે આપણાં હૈયા ને એને reflect કરીએ words માં
એટલે છે તો 

કાર્ડિયોગ્રાફ આપણાં emotion ના dynamic nature નું...

હાં પ્રોફેશનલ audience appeasement માટે લખતા લેખક આમાંથી બાકાત છે ..

દુનિયાદારી કરતા હું inner instinct પર બધું ચાલુ છું ...

Plus 
મે કશું જ નવું સર્જન કર્યું નથી
બ્રહ્માંડ માં પેલે થી કશુંક exist કરતું હતું ..

હું બસ એ ઊર્જા ને શબ્દ energy માં કન્વર્ટકરવાનુમાધ્યમ બન્યો.
So આમ મારી કશી સ્કીલ નથી 
હું માત્ર નિમિત્ત છું..
બસ આ સ્પંદનો મે ઝીલી લીધાં
એટલે 
ખુદ ના અહંકાર માં અટવાય જતા કેટલાક લોકો ને એ ખબર નથી..

They are not source ..
They are the entity who discovered..


આપણે ઇમોશન્સ ને deep feel કરીએ તો એ ઘટના ચિતરાઈ જાય..






 

મારા જીવન માં જોયેલા ઘણા observation માંથી કાઢેલા નિચોડ..
બસ એટલું જ છે ..

એ જ પ્રતિબિંબિત થાય..

મારા અંદર થી કશું પણ ઉપજે એ પણ આત્મા માં રહેલPositive oscillation ના લીધે જ…

Gujarati Shayaris

વ્યસ્ત હો કે અસ્તવ્યસ્ત હો શું ફેર પડે છે ,
ત્રસ્ત હો સંજોગો થી ભલે ને 
પણ થોડા
અલમસ્ત રહો શું ફેર પડે છે



કશાક ની રાહ જોતી વખતે 
સમય થંભી ગયો હોય એવું લાગે ને 
સદીઓ વીતી ગઈ હોય એવું લાગ્યા કરે પણ, ઘડિયાળ માં જુઓ તો હજી તો ઘડી બે ઘડી જ વીતી હોય ..
સમય શું એની ગતિ કેમ બદલી દેતો હશે ...!!✍️✨❣️🙌


સંવેદનાઓ ને ઓઢાડ્યું એક કફન છે,
ઘણી વેદનાઓ એના દફન છે 
મદિરા થી તો ન અપાયું પણ
એની છબી ( ઈમેજ) થી ઘણું આશ્વાસન છે


..

અહંકાર ના તો ઘણા પહાડો છે 
પણ એની અંદર ઘણી તિરાડો છે 
બહાર થી ભલે પાડે ત્રાડો છે 
પણ ગુજતાં સ્મરણો ને છેતરવાની રાડો છે


ઘણી દ્વિધા થી અંતર અજાણ છે ,
ચરિત્ર સાબિત કરવાનું ક્યાં કોઈ પ્રમાણ છે ,
ડૂબે કે ભવસાગર તરે
જિંદગી ક્યાં કોઈ વહાણ છે .


વહેતી હવા માં કંઈ તો માદક અસર છે ,
ભૌતિક રીતે તો જોયું નહિ 
પણ વેદનાઓ નશ્વર છે , ખબર પડી તો લાગણીઓ પરસ્પર છે






ચહેરા પર નું આભાસી પણું તને ખુંચ્યું પણ નહિ ,
પ્રમેય સાબિત કરી દેત પણ તે પૂછ્યું પણ નહિ …



મળતાં નથી અમે સમયાંતરે
હવે 
બસ ખાલી નામનો સંબંધ રાખ્યો છે ,

છતાં પણ 
મારા વોલેટ માં એનો ફોટો અકબંધ રાખ્યો છે



હુ મળું તને પ્રત્યક્ષ
કે અસ્તિત્ત્વ તારું આભાસી છે 
..
વાયદા તારા સાંભળીને હવે તો ઘડિયાળ પણ ત્રાસી છે.


હવે દુનિયાદારી ની દોરી કાપી છે આમ શરમાવું તારું અમસ્તું થાય નહિ , આંખો થી ઝાંખી શમણાંઓ ની અફાટ આપી છે , સંવાદો માં વ્યક્ત ન થયું પણ કલ્પનાઓ ની હારમાળા છાપી છે , ઘણો નિષ્ઠુર છું એવું ભલે લાગ્યું તને , પણ તારા સ્પર્શ થી વધતી મારી ધડકન મે માપી છે .







અભિમાન ની છાવણીઓ ત્યજી છે ,
ડંખતા ભૂતકાળ ની પીડા હજી છે .
ઊઘડે ધીરેથી અંતર ના બારણાં પણ
દૂર દેખાતી એક નાની બારી સજી છે.




ઉકળતા પાણી ની વરાળ ઠરી છે ,
ખાબોચિયા માં તેલ ની બુંદ
થોડી તો તરી છે
પાનખર હોત તો માની લેત 
પણ આ વસંત માં કેમ 
ડાળખીઓ ખરી છે


ભૂલેલા બાળપણ ને સંઘરવા એક માપણી

લીધી છે,

ખોવાયેલા સ્મરણો નેં આંકવા એક ટાંકણી

લીધી છે

શૈશવ માં રમતો જેમાં એવા મેલા ઘેલા વસ્ત્રો ની સુગ ચડી છે મને, હવે એ સંબંધો ને જાળવવા પણ દુનિયાદારી ની ચાલણી લીધી છે …




ઊડતા પંખી ને જ્યારે
સૂરજ થી દાઝવું પડ્યું 
ત્યારે આકાશ ને થોડું
ત્વરા થી ગાજવું પડયું.



હું બોલાવું ને તું આવે 
એમાં કશું ખાસ નથી,
જાણે કોઈ પાકેલી કેરી માં મિઠાસ નથી ,
અજાણતા ચમકે તારો ચહેરો
ચંદ્ર સરીખો ,
હોઈ ભલે કોઈ પણ દિવસ 
પણ અંધકાર ભરી અમાસ નથી
વિરહ માં ઝુરી ઝૂરી ને
 છેવટે મેં સંભારણા કર્યા ,
એને જોયા પછી જ મે 
ઉપવાસ ના પારણાં કર્યા ,
અંગત સમજીને કહી 
દીધું હોત તો ચાલી જાત
આપણને 

પણ એણે જ માંરા માટે
બંધ હૃદય ના બારણાં કર્યા ..


વહેણ છે સ્થગિત કે
કોઈ ગતિ વિધિ છે ,
ચોમાસે થશે મુશળધાર
બાકી
માવઠું 
ઘટના એ સીધી છે
વાદળાંઓ ને મે આજે
આ વાત કીધી છે
.


Intuition

Intuition


અમુક નહિ દરેક માં intuition આવી જ જાય..
બસ આમાં છે એવું કે 
લોકો પોતાના સ્વાર્થ ખાતર કે કોઈ પણ પ્રકારની દુન્યવી લાભ ખાતર એને અવગણી દે છે ...
 

 ઈશ્વરીય સંકેત કહે કે કશું પણ
આ નિર્દેશ બધાને મળે જ છે ..
પણ as I marked 
સ્ત્રીઓ ની આ intuition સમજી લેવાની શક્તિ વધુ હોય છે ..
Evolution ના કારણે જ..
They are nurturing new being એટલે વધુ સભાનતા ..
એ conciousness..
કોઇ પણ આજુબાજુ ક્યાં intention થી બેઠું છે , શું એમનો motive છે બધું જ..
They are logical for words અને પોતાના માટે ઘણા emotional..
એટલે ડ્રાઇવિંગ વખતે ભલે ક્યારેક judgement ખોટું પડે
પણ જિંદગી ના crisis માં એ દૂરંદેશી જ હોય..
ગજબ નું 🔭 future ભાખી શકે ..
મને એકવાર વિચાર આવેલો કે 
Like their existence 
Blood clotting માં રહેલા ફેક્ટર ની cascade process જેવું છે સહેજ પણ આડુંઅવળું થાય હિમોફિલિયા થઈ જાય ..

ને જે પોતાના અંતર ના આવાજ સાંભળે છે એને મળે જ સ્ફુરણા ..
પણ 

એટલા impure particles તરતાં કરી દીધા હોય તો...
એ algae દૂર ના કરો તો શુધ્ધ પાણી ક્યાંથી મળવાનું..

સ્ત્રીઓ વિશે

Opinions 


હા હુ બધી સ્ત્રી ને એક બીબા માં emey નથી જોતો ,

હાં પુરુષ સમજદાર હોય જો એને પ્રેમ થી સમજાવવા વાળું પાત્ર હોય બાકી 
એની જડતા જ મળે ,
વિચારક સાથી બન્ને દિશા માં હોવો જોઈએ ..

હા આ સત્ય છે ..
હુ કોઈ સ્ત્રી ને આ જ યોગ્ય એ રીતે ત્રાજવા માં તોળતો નથી ...

હા ..
આમ તો ઝંખના વહાલ સુધી જ હોવી જોઈએ.  
પણ

એની વાસના 
એના આવેગો 
એની સ્ત્રી ને માત્ર ઉપભોગ નું સાધન તરીકે જ વિચારે ..
અને 
તૃપ્તિ પછી મેમરી લોસ થઈજાય ..
બધા વહાલ નો..

આ કડવું સત્ય છે ..
કોઈ બાકાત નથી..

એટલે તો સમજદારી એન્ડ compatible સાથે રહી શકે તો જ સગપણ મમત નું રહે ..

હા..


હા સ્ત્રી પણ વહાલ ઇચ્છતી હોય , 
એની પણ શરીરક ઈચ્છાઓ હોય પણ
કદાચ એની સાથે જ એને comfortable ફીલ થાય જેણે એનું વહાલ અને વિશ્વાસ જીતી લીધો હોય ,
એને સ્નેહ મળે એટલે ..
એને સન્માન અને આદર 
એની સંમતિ આ બધા નું ધ્યાન રાખવું જરૂરી જ વવે ..

હા પુરુષ ઉતાવળો થાય છે 
યેનકેન પ્રકારેણ એને માત્ર પોતાની વ્યક્તિગત and શરિરક તૃપ્તિ જોઈએ છે,
કદાચ એનું ગાંડપણ જ એ છે ,
આ માંસ નો લોચો જ કદાચ એનાં આવેગો નું અંતિમ લક્ષ્ય ભાસે છે ,
હા

સ્ત્રી માટે સેક્સ એક ultimate નથી
એને અનુસરવી છે વહાલ અને રોમાંસ ની પ્રક્રિયા..
બંને ના સાથ ને ઉજવવો .small gestures 

એના પાત્ર ની બાહો માં જકડીને કશુંક ગુફ્તગુ કરવી,
એના વાળ માં કોઈ હાથ ફેરવે ,
એના પાત્ર ની સુગંધ લેવી
એને સાંભળવો..
એના હાથ પકડીને બેસવું.  

હા કદાચ ..
મારી પણ આ જ fantasy હોય શકે ,
એની આંખો માં જોવું ,

ઉતેજના માટે નહિ પણ પ્રેમ થી એના માથા પર હાથ ફેરવવો ,
એને આલિંગન આપી એના શ્વાસ માપવા ..

આ નિર્દોષ હરકતો ..




પુરુષ જ્યારે સભાન અવસ્થા માં સહેજ પણ ચૂક દાખવે ત્યારે 
અનર્થ જ થાય છે ..
પણ મને એક વસ્તુ ખબર છે ત્યાં સુધી 
આ આવેગો માં તે સારા નરસા નું ભાન ગુમાવી દે છે ને 
એની સમજણ બહેર મારી જાય છે ,
પણ છેવટે વધે છે એની પાસે અફસોસ ..
આ બધા નું મૂળ એના અંત સ્ત્રાવો માં જ રહેલું છે,

કોઈક ના સ્પર્શ ના ભાવો જ નક્કી કરે છે એ પવિત્ર છે કે તમસ,

કોઈક ને ભાવાવેશમાં ભેટવું કે .કોઈક ની કમર એને માંસ નો લોચો ગણીને પકડવી ઘણો ફેર હોય છે ,


આ સભાનતા ની મર્યાદા એટલે ઓળંગાય છે કેમ કે સ્ત્રી ને લાગે છે કદાચ આ રસ્તે એને પ્રેમ મળશે 
પણ કામુકતા ના જાળ માં ફસાયેલો પુરુષ 
એની તૃપ્તિ પછી તો memory loss જ કરી દે છે ,
પછી સ્ત્રી ને અવહેલના પ્રાપ્ત થાય..

હવે સ્ત્રી સુંદર છે તો સમાજ ને દેખાડવા કે પછી પોતાની ઈચ્છા માટે .
કંઈ શ્રેણી માં એ જાય એ તો જુદા જુદા કિસ્સા માં અલગ હોય શકે ..

વાત સાચી છે 
જો લાગણી થી ..
Gratitude થી સ્પર્શ હોય તો એ તો સાવ સહજ છે ,

પણ જો એમાં ભાવના અલગ જ હોય તો છેવટે તો એના શરીર ને જ પામવું એવું પણ બને ..


ભા

કોઈક નું અસ્તિત્ત્વ જ ના રહેવું ,

શાયદ આ કોઈ સ્વપ્ન હોત 

તો વ્યક્તિ ને કહેત મે એમને કેટલા યાદ કર્યા ..

પણ આ સત્ય સ્વીકારવું સરળ છે ?!


સેંકડો વાર્તાલાપો અધુરા રહ્યાં એનો વસવસો મનાવવો કે 

એમને આપેલી લખલૂટ યાદો ને વાગોળવી...


એમની સાથે શીખેલી દરેક હરકત ,

બધું જ કડકભૂસ થઈ ગયું હોય એવું લાગે ..


એમના ન હોવાથી કોઈ ખાલીપો,

આ અવકાશ નો કોઈ વિકલ્પ શક્ય છે ?!



 " તું મારી ચિંતા નો કરતો "

પણ મારી ચિંતા કરવામાં એમણે કોઈ કસર છોડી હતી ?!!


મારી માટે એમણે લીધેલી માનતા,

મારી માટે દરેક વેકેશન માં વાટ જોવી ..


વાત વાત મા બરાડા પાડતા ને સાઠ વર્ષ ની ઉમર માં જ કંટાળી ગયેલા ,

જિંદગી નો બળાપો કાઢતા માણસો ના ઝુંડ માં 


એક પંચ્યાસી વર્ષ ના લડી લેનાર માણસ મે ખોયો છે ,

એણે ક્યારેય ફરિયાદ નથી કરી ને 

કોઇ નું ખરાબ કરવાની પંચાત માં પાડતા નથી જોયા ..


બસ સંજોગો ને સ્વીકારી આગળ વધતા જોયા છે ,

સ્વભાવ તીખો એટલે તડ ને ફડ કહી દે ..

ક્યારેય અફસોસ એમને થયો જ નહિ હોય ,

કહે છે કે સત્ય કડવું હોય પણ 

એમનું સત્ય મીઠું હતું ..

એમણે જીવતર જીવી જાણ્યું હતું ..




એમને ચોપડીઓ વાંચવાનો બોવ શોખ ..

એ વાચીને મને આપે ને હું વાંચું ..

ઈન્સ્ટાગ્રામ માં હતાં નહિ બાકી Tag your favourite person માં tag કરી દેત ..

સોરઠ ના બહારવટિયા એમને બહુ જ ગમતી ,


એમના સમય ની વાતો ,

એમને જોયેલા દુકાળ ને 

ગાંધીજી ને એમને નાનપણ માં જોયેલા ,

મારા આખા વ્યકિતત્વ ના વળાંકો

ને આકાર આપ્યો. 

શિખામણ તો ઝાઝી આપતા નહિ પણ 

એ રહેતા એ જ મોટો બોધ હતો .



માખીઓ ની જેમ ઠાવકા બણબણતા લોકો ને

ઋતુપ્રવાસી પક્ષીઓ ની જેમ ચોક્કસ અંતરાલે ઉડી જશે !!


મને કારણ વગર માત્ર મજામાં ને પૂછવા માટે હવે ફોન નહિ આવે ,

મને હવે timeline કોઈ નહિ પૂછે ..


વધશે આ ખાલી પરસાળ,

એમને ઉછેરેલા વૃક્ષો ને 

આ જામફળ એમને કરેલા efforts નું દર વર્ષે reminder આપતા રહેશે ..

Kedarnath Yatra

#૧


પર્વતો ને કોતરીને બનાવેલાં રસ્તાઓ ને ત્યાં થી દરેક વળાંક પર ચાલતા વાહનો..અત્યંત ઊંચા પહાડો પર રહેતા લોકો નું જીવન અત્યંત દુર્ગમ જ હશે...

પર્વત પર ચડાઈ કરવામાં સામાન્ય લોકો માત્ર પ્રભુ ના ભરોસો ચડી ને બધા પડાવો પાર કરી લેતા હોય છે પણ બુદ્ધિમતા દાખવવામાં આપને એટલી વધુ પડતી સાવચેતી લઈએ છીએ કે Respiratory problems નડશે કે નહિ , ear drumps આ pressure fluctuations નો સામનો કરી શકશે કે નહિ Altitude sickness તો નહિ થાય ને 

#2

KEDARNATH જી ની પદયાત્રા 
એક અદભુત અનુભવ...

શરૂઆત તો High energy થી થઇ અને પછી આગળ વધતા જંગલ ચેટ્ટી થઈને અલકનંદા ના આ સતત વહેણ ને નિહાળતા રામબાણ પહોંચી ગયા .પ્રભુ તમારા મનોબળ ની સખત પરીક્ષા લે છે ને Mountain Sickness સાથે બદલાતું આ weather માં ભયંકર ઠંડી અને વરસાદ સાથે થતો કાદવ ને આ ખચ્ચર તમને અચાનક ધક્કો લગાડી દે ત્યારે ખુદ નું બેલેન્સ જાળવવા થતી મથામણ ...આ પત્થરો માં અફલતા પગ સાથે લીલોતરી અને દૂર બરફ આચ્છાદિત પહાડો ના Visuals ✨✌️

#3


કેદારનાથ ની આ હાડ ગાળી નાખતી ઠંડીમાં દરેક શ્રધ્ધાળુ ને થતી મુશ્કેલી અને આ વેદના તો પ્રભુ ના દર્શન ખાતર જ.. કેટલાય patients hypothermia ને સાવ જ ઓછા ઓક્સિજન માં 
સતત પ્રયાસો કરી રહે છે .
આ 0 ડિગ્રી ઠંડી માં
Dexamethose



#4
Kedarnath dham ground reality.


અતિ પવિત્ર અને ઐતિહાસિક શિવ નું આ મંદિર અદભુત છે પણ અહીંની ગ્રાઉન્ડ reality કઈક અલગ જ છે બરફ ના પહાડો ની લાલસા માં કોઈ ટ્રેન્ડ બની ગયો હોય એમ પણ અહીં breathlessness ને હાયપોથર્મિયા ના patience નો એટલો flood . બસ એમણે દોરેલું ફૂલગુલાબી ચિત્ર આમ સહેજ પણ સાચું નથી અહીં ના લિમિટેડ resources માં આટલા crowd ને handle કરવું tough કેમ કે શ્વાસ ફૂલે એટલે સંબંધીઓ panick, કોને priority આપવી એ sort કરવું અઘરું પડી જ જાય .. અહીં ના temperature માં સાવ basic precaution લેવા ની સાવચેતી જરૂરી છે.માણસ ને આખો બેસાડીને ઉપર નીચે આવ જા કરતા નેપાળી porters અને ખચ્ચર ના માલિકો કમન cold ને coughing transmit કરતા રહે .
Elderly people ને તો ખાસ આ બધા Mountain Sickness Ane ટાઢ માં ઠરવાં symptoms.

Reflection

ક્યારેક અંદરથી ભસ્મીભૂત થઈ જતા Confidence ની સામે કોઈ અજાણ્યું જેને Logic ની ભાષામાં સમજાવી પણ ના શકાય એવું પરિબળ Gratitude ની લાગણી આપીને જતું રહે છે .કેટલાય પ્રશ્નોની ડમરી મનમાં ઊંડે ને એના સોલ્યુશન ના નામે કદાચ મીંડું જ હોય પણ ખ્યાલો કરતી વખતે અનુભવાતા મનોભાવો ના Change ની Frequency પણ નિરંતર બદલાતી રહે. કેટલીય ઊંડી ફિલોસોફિકલ વાતો સ્પર્શે પણ ખરા ને ક્યારેક સહજ ઘટનાઓ પણ ઘણું શીખવાડી જાય એવી ઘટમાળ ઉતરોતર ચાલતી રહે. કવિતા જેવી curiosity તો ક્યારેક સાવ હવાઈ કિલ્લા ચણવા જેવા ambitions ને Critical Point થી પણ નીચે ગર્તમાં સરી જવાની સાથે saturation level પણ ડગમગી જાય એવી ઘોર નિરાશા. બધુ તો મિથ્યા છે એ માન્યતા સામે દરેક Frame ને આભ જેટલા Euphoria થી Observe કરવાની Tendency. સાવ ચવાઈ ગયેલા Stereotype આપવા કરતા હરિ કરે ઇ ઠીક આ બ્રહ્મવાક્યને દરેક ચેતાતંતુ માં પરોવી લઈને સર્જનહારની જ બનાવટ AcetylCholine ની રમત માં Self Enhance કરવાની મથામણ કરવી . એણે આમ ફટાક દઈને આપી દીધેલું આ ફળદ્રુપ ભેજું જો અનંત શક્યતાઓ ને કોતરી નાખે તો એ કેટલો મલકાય હરિહર.

Train Tales Review

Train Tales ..

આ પુસ્તક ના લેખક ની નામ છે 
અંકિત દેસાઈ ..

આમ તો પુસ્તકો ઘણા લખાયા છે પણ ટ્રેન વિશે 
આ પુસ્તક ...
વાર્તાઓનો સંપુટ છે કહો કે ચાવીને ચાવીને ભરેલો નાનો કોળિયો...

જેમાં કેટલીક રસપ્રદ વાતો છે ને આ નાની વાર્તાઓ માંથી પ્રગટ થતાં સૂક્ષ્મ અવલોકનો જેમાંથી ઉદભવતી કેટલીયે શિખામણો ને ઉપરાંત માનવ સ્વભાવ ની કેટલીયે બાબતો જે સામાન્ય રીતે નોંધ માં પણ ના લેવાતી હોય..


આપણી ઘણી વસ્તી એ ટ્રેન માં સફર કરે છે ,
ને ત્યાંના જનરલ ડબ્બા માં પ્રતિબિંબિત થાય છે સાચ્ચું ભારત ...
એક ગ્રાઉન્ડ રિયાલિટી ....
જમીન થી જોડાયેલા લોકો ને એમની જીદંગી ની વાર્તાઓ ...


ત્યાં ના દરેક મુસાફર ની એક વાર્તા છે ,જેમાં એ મુખ્ય પાત્ર છે જેની સાથે સંકળાયેલા છે કેટલાય જુદા જુદા ઘટનાઓ , એની મથામણ , ચિંતાઓ ને અધૂરી ઈચ્છાઓ ..


દરેક વ્યક્તિ કઈક પામવાની ભાગદોડ માં છે ને દરેક મંઝિલ જુદી જુદી છે જ્યાં પહોંચવાની દરેક ને ઉતાવળ છે પણ દરેક ના મનોભાવ જુદા જુદા છે ને જુદી જુદી રીતે તેઓ પોતાની જાત ને ધરપત આપે છે .


પોતાની સામે બેઠેલો માણસ કદાચ એના પછી ક્યારેય નથી મળવાનો , થોડા સમય માં એના સ્ટેશન પર ઉતરી જશે પણ થોડા વાર્તાલાપ માં અંગતતા કેળવવી દરેક મુસાફર જાણે છે , દરેક વ્યક્તિ થોડી ઔપચારિકતા થી શરૂ થયેલી વાત માં થી રાજકીય મંતવ્યો ને પોતાના સંતાનો ના લગ્ન સુધી ની વાતો ..
એ સતત જળવાયા કરે છે કેમ કે એ આત્મીય ભાવ અંદર થી કેળવાઈ જાય છે .


ટ્રેન માં ચડતી વખતે થયેલી ધક્કામુક્કી થી લઈને 
સીટ મેળવવાની રકઝક માં ઝરતી ચકમક ,
ને ક્યું સ્ટેશન આવ્યું એવા સવાલો થી થતું સમાધાન ..


રેલવે સ્ટેશન ની પણ આખી અલગ વાર્તાઓ છે ને
જુદી જુદી ટ્રેનો ના timing નું થતું annoucement ..
દરેક માણસ રાહ માં હોય ને શોધતો રહે છે એની મઝીલ તરફ ની ટ્રેન ...
ખોટા સ્ટેશન પર ઉતરી જવાથી થતી માથાકૂટ પણ આ રેલ્વે મુસાફરી નો જ એક ભાગ છે ..

ક્યારેય તને ટિકિટ વિના મુસાફરી કરી છે ?!! કેમ કે એનું થ્રીલ પણ જેવું તેવું તો નથી જ...
TT થી ભાગતો ને જગ્યા ન મળવાથી તમારો સહયાત્રી જે બધા ને પૂછ્યા કરે કે કોઈ એના સ્ટેશન પહેલા તો નથી ઉતારવાનું ને !!!

ખીચોખીચ ભરેલી ટ્રેન માં જ્યારે ઉભુ રહેવાની જગ્યા શોધવી પણ અઘરી થઈ જતી હોય એવામાં ફટાફટ કૂદકા મારીને ભાગતો ફેરિયો ને એના અજીબોગરીબ સામાન વેચવાની પદ્ધતિઓ...

ને પછી તમે
 મનને બારી માં રાખીને દૃશ્યો જોવા લાગી તો દૃશ્યમાન થાય ટ્રેન ની તેજ રફતાર સાથે ઉડીને રેસ લગાડતા આ અજાણ્યા પંખીડાઓ ને 
પીળા ને લીલા રંગ ના અદભુત કોમ્બો ધરાવતા ખેતરો મસ્ત કેનવાસ રાચતા હોય..
ને સૂર્યાસ્ત સમયે રતુંબડા રંગ ની બની ગયેલા સૂર્યનારાયણ પૃથ્વી ના બીજા ગોળા ને પ્રકાશિત કરવા જવા લાગ્યા હોય એવો એ સૂર્યાસ્ત ...

આ પુસ્તક માં એક વાક્ય છે કે વતન પર જતી ટ્રેન માં બેસીને ત્યાં સુધી ના જવાનું દુઃખ જ્યારે ચચરે ..
આમ તો વાત સરળ છે ને નોકરી ધંધા માટે બહાર ગામ રહેતા લોકો ને જ્યારે ટ્રેન માં એમના વિસ્તાર નું કોઈ મળી આવે ત્યારે થતો ઉમળકો જેવો તેવો તો હોતો જ નથી ને લાંબી ડયૂટી પૂર્ણ કરીને ટુંકી રજાઓ માં ઘરે જતો સેના ના જવાન ના ચહેરા ના ઉદગાર..





પેટ અને જરૂરિયાતો નું એક અલાયદું દર્શનશાસ્ત્ર હોય છે જેમ સિદ્ધાંત ઓન વિશિષ્ટ હોય છે ને દરેક ફેરિયા ની વૃત્તિ અલગ અલગ હોય પણ આ થોડા થોડા ફદીયાઓથી પોતાના આંતરડી ઠારવા માટે ની આ ગડમથલ તો સમાન જ હોવાની ...

ટ્રેન સાથે અથડાઈને જતાં જીવ ..અકસ્માત હોય કે આપઘાત પણ આપણા મન માં અરેરાટી ફેલાવી મૂકે , હાં એ વ્યક્તિ આપણું એકેય રીતે સંબંધી નથી કે આપણી સાથે લાગણીઓ થી જોડાયેલું થોડી વાર પછી તો કેટલાક ચર્ચાઓ એના શરીર નું શું થયું હશે ને એના સ્વજનો પર શું આપવીતી ગુજરશે આ બધા પ્રશ્નો ઉદભવે ને પછી તો રોજિંદી દિનચર્યા માં આપણે વ્યસ્ત થતાં જઈએ..


  ટ્રેન ની બારી માંથી દેખાતી વૃક્ષો નું સૃષ્ટિ ને એમાં ક્યાંક આ ઝૂંપડપટ્ટી, આ લોકો ન્યૂનતમ સાધનો ને માત્ર સામાન્ય જરૂરિયાત માટે સતત કોઇ જ ફરિયાદ વિના પ્રયાસો કરતાં જોવા મળે કેમ કે એમની પાસે દોષારોપણ કરવા માટે કશું છે જ નહિ , હાથ લાગ્યું એને જ હથિયાર ગણી ને આ વગડાઉ જમીનો થી લઈને શહેર ની ગીચતા માં અસ્તિત્ત્વ ટકાવવાની જીજીવિષા છે . કદાચ ક્યાંક આમ ગુનાખોરી નું પણ પ્રમાણ છે ને છીનવી લેવાની વૃત્તિ બસ પેટિયું રળવા ના આશય થી જ હશે .

  


Dental Students

આ સપનાઓને સાચા કરવાની લડાઈ માં હું ક્યાંક ખુદ ને હારી જાઉં છું . અફસોસ થી ભરેલી જિંદગી ના ભગ્ન ટુકડાઓને સરખી ભાત માં જોડનાર જોઈ glue શોધાયો નથી ... મારા ફોન ની બેટરી નું charging અને લાઈફ માં ખુશીઓ નું margin બહુ ઓછું છે...



Rewind ⏪ ji
ટાઈટલ છે US bro Us




Dental કોલેજ 

આ ખાલી સ્થળ નથી પણ વાર્તાઓની anthology છે.
દરેક ની ઘટતી attendence થી લઈને યુનિવર્સિટી ના પેપર ની આગલી રાતે આવ્યા crisis પણ અહીંની દીવાલો એ જોયા છે .
Biochemistry ની ટેસ્ટ ટ્યુબ માં ભરેલા કેમિકલ થી તો વધારે ઝડપથી રંગ બદલતા ભાઈબંધો ને જોયા છે ..

લોકો માટે ભલે 3 બેસ્ટ words કઈક જુદા હોય પણ અમારા જીવન માં તો get it signed જ સાંભળવા મળે છે 

ટુંક માં DADH ના વેક્સ carving થી લઈને ફટાફટ extraction અને RCT કરી દેવાની સફર છે આ ...


Bds ના છાત્ર ના મન માં શું ચાલતું હોય એના Reflections ને words માં ઉતારવાના પ્રયત્ન કર્યા છે.




આ છે સાલું .. પ્રેમ માં લડવું એ ડેન્ટલ ના ocean માં પડવા જેવુ છે કેમ કે જે એમાં નથી ડૂબ્યો એને પણ અફસોસ કે જે ડૂબે છે એને પણ અફસોસ... 


સાલું મારી જોડે તો બંને થયું ,અહીંયા મે આ વિશાળ દરિયા માં છલાંગ લગાડી ને અચાનક એની સાથે મળવાનું થયું. એનાંએ ટેડામેડા દાંતો માંથી ઉદભવતી ખતરનાક સ્માઇલ Dental anatomy અને ડેન્ટલ histology ના લેબ માં જોયેલી.Tooth Shaping કરતા કરતા મારા Neuron memory માં એવું carving કરી લીધું કે એના જ impression પડી ગયા .
 

એટલે એના માટે કેટલાંક thoughts જે લખાયા એ છે...

 તને જોઉં ને એટલે મને tachycardia થઈ જાય ,
કદાચ મારો SA Node તારા આ Fasting Sugar થી પણ ગળ્યા અવાજ ના stimuli થી senstive થઈ ગયો છે .
નેં તારું મારા જીવન માં હોવું એ clotting process માં રહેલા ફેકટર 9 જેવું છે તું ના હોય ને તો આખી cascade process અટકી જાય પણ 

હું Tooth numbering notations યાદ કરવા કરતાં વધુ curiousity તારી girl gang ની ગોસીપ સાંભળવામાં કેમ રાખું છું એ તુ સમજ ને યાર !!!


સાલું મને પણ મન થાય કે કોરોનરી આર્ટરી જેમ હૃદય ne વીંટળાઈ જાય છે એમ તને વીંટળાઈ જાઉં.. પણ મને તારી આ આંખો નડી જાય છે , 
Periodontics ના viva માં કરેલા scaling માં ભૂલ હશે પણ તારી સાથેના બોન્ડ સાચવવામાં હું error proof છું.

Ortho ના wire bending થી પણ વધુ તારા માટે કરેલા efforts સામે મને તો તૂટેલું ફૂતેલું denture જ મળે છે . Prostho lab માં POP નો square માં પણ હું તારી સાથે સપ્તપદી ના હવન કુંડ નો ચોરસ જોયાં કરું છું ... હાં હું Amalgum ની જેમ થોડો Old school છું પણ composit થી વધુ તારી સાથે ટકવાની ગેરંટી આપું છું .




આ લેક્ચર હૉલ માં ફરતા PPT ની સ્લાઇડ કરતા વધારે velocity માં તો તારા વિચારો મારા મગજ માં ભમે છે ,..
તને શું ગમશે એનું analysis કરવામાં મારા દરેક ન્યૂરોન થોકબંધ ATP ખર્ચી નાખે છે ...





મારા હૃદય ના ધબકાર અટકે ત્યારે તું CPR જેવી છે ને મારી આ ખરબચડી જિંદગી ના texture ને ધાસું બનાવનાર allingner જેવી છે.

તું મારી આજુબાજુ ફર્યા કરે dissection hall માં ને adrenaline rush મને આવ્યા કરે..તારું મારા જીવન માં હોવું છે ને Tooth માટે ના blood flow જેવું છે ના હોય તો cyanosis થઈ જાય છે ..

આમ તો હવે સમય ઓછો છે એટલે તને ચાહવાનો આખો syllabus પૂરો નહિ થાય..

..લાયબ્રેરી માં તારું પાછળ બેસીને તને નીરખતો રહુ પણ આ journal submission ની date મને ધંધે લગાડી દે છે ...


Brachial plexus થી પણ સહેલી મારી hints તું સમજતી કેમ નથી ,
કે મને તારો સાથ ખાલી acute phase માટે નહિ પણ chronic duration માટે જોઈએ છે ...
Prostho ના પ્રોફેસર એ હવે તો મારું વર્ક પણ approve કરી દીધું છે પણ તું મારી લાગણીઓને ને સ્વીકારવામાં કેટલો સમય લગાડીશ .

Dr Manek Patel

.
નમસ્કાર 

અહી ઉપસ્થિત સુશ્રી દરેક શ્રોતાજનો ના હૃદય માં બિરાજમાન શાશ્વત ઈશ્વર ને મારા નમન .
માતૃભાષા અભિયાનની આ ૩૩મી ગોઠડીમાં આપ સર્વે નું હું સ્વાગત કરુ છું . જાણીતા સંશોધક લેખક ડૉ. માણેક પટેલ (સેતુ) સાહેબ અહીં ઉપસ્થિત છે અને "આશાવલ થી આઝાદી સુધીનું અમદાવાદ" વિષય ઉપર આજે વાત કરવાના છે ત્યારે એમને ખેડેલાં વિવિધ ક્ષેત્રો ના ખેડાણ ની ઝાંખી આપું તો ..



આમ તો સાહેબ 
વ્યવસાયે ડેન્ટિસ્ટ છે પરંતુ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ વિષય માટે તેઓ ખાસજાણીતા છે. 
એમણે આજ સુધી અમદાવાદ શહેર અને અમદાવાદ શહેરના વિવિધ વિષયો ઉપર ૧૧ પુસ્તકો લખ્યા છે તેમજ ૩ ડોક્યુમેન્ટરી પણ બનાવેલી છે.


ડૉ. માણેક પટેલ 'સેતુ' એ લેખન પ્રવૃત્તિની શરૂઆત દૈનિક પત્રથી કરેલી 
, ત્યાર બાદ તેઓએ ‘ગુજરાત સમાચાર'માં ૧૯૯૩માં ‘અમદાવાદ કથા' નામની પપ હપ્તાની લેખશ્રેણી પ્રકાશિત કરી અને જેનુ પછી થી ‘અમદાવાદ-કથા' પુસ્તક તરીકે પણ પ્રકાશિત થયું. ઉપરાંત છ વર્ષના અભ્યાસ અને સંશોધનના અંતે ૨૦૦૩માં 'આ છે અમદાવાદ’નું સર્જન કર્યું હતું. તેમજ

 એ જ સમયે તેઓની ‘દિવ્ય ભાસ્કર'માં 'મિરાતે અમદાવાદ' અને 'કર્ણાવતી ક્રોસવર્ડ' નામની લેખશ્રેણી પ્રકાશિત થયેલી. 

ગુજરાત સમાચાર અને દિવ્યભાસ્કર બાદ, ૨૦૧૫-૧૬ દરમિયાન નવગુજરાત સમય’માં 'અમદાવાદીઓનું અમદાવાદ' નામની ૬૦ હપ્તાની લેખશ્રેણી પ્રકાશિત થઈ 

 અને ડૉ. માણેક પટેલ, ગુજરાત સરકારના આમંત્રણ થી 'ગુજરાત' દીપોત્સવી અંકમાં ઘણા બધા વર્ષોથી લેખો લખે છે. તેમજ અન્ય ઘણા માસિકોમાં તેઓના અમદાવાદ વિશેના અભ્યાસ લેખો વારંવાર પ્રકાશિત થાય છે. 
એટલે ટુંક મા એમણે અખબાર ના કટાર લેખન થી લઈને documentary ફિલ્મ નિર્માણ, વ્યાખ્યાનો, કલ્ચરલ અને હેરિટેજ ફોટોગ્રાફર સુધી ના ક્ષેત્રો નો અનુભવ ધરાવે છે .
હવે આપ સૌનો વધારે સમય ના લેતાં હું આમંત્રિત કરીશ સેતુ સાહેબ ને ...

અસ્પૃશ્ય

 
  ડાલામથ્થા માં પંજા થી પણ તીક્ષ્ણ એની આંખો એ કરું ધ્યાન ખેંચેલું , કદાચ બધેજ એનું મૌન ને અભિવ્યક્તિ માં શિષ્ટ ને શુદ્ધ ગુજરાતી શબ્દો 
આ સાવ નાની બાળકી પાસે તો અપેક્ષા તો નહોતી જ ,
પણ જોગાનુજોગ સળગતી આગ ની સામે મારે એની સામે બેસવાનું થયું ને ત્યારે એની આભા ના સંસર્ગ માં આવવાનું નિમિત્ત માં લખાયું . બાળકો ની સમજદારી પર શંકા ઉપજાવી ને એમના મંતવ્યો ને હાંસિયા માં ઠાલવી દેવાની આપની વૃત્તિ સામે કેટલાક ઉપરછલ્લા પોતાની લીટી સાચી કરવા લખાયેલા પ્રયત્નો ને એટલી સિફત થી તેણે એના શબ્દો થી હણી લીધા ને ત્યાર નું એની આંખો નું તેજ , સામે ભભૂકતા અગ્નિ થી પણ વધુ તીવ્રતા નું તેજ એની આંખો માં ચમકી રહ્યું હતું .આમ તો મને પેલા એ ખાલી ઘરેડમય ને સિદ્ધાંતો ના બણગા ફૂકનાર પૈકી ની એક લાગેલી પણ એના વિચારો કઈ કોઈ ના પ્રભાવ ના તણાઈને સ્વીકારી લીધેલા તો નથી જ એણે આ સમાજ ની કરૂણ પાસા ને નજીક થી નીરખ્યા પછી બાંધેલા સૂક્ષ્મ અવલોકનો છે.બાળકી થી વધારે કહું તો એ સ્ત્રી દેખાય એનાથી કેટલીયે ઊંડી આત્મ જાગૃતતા ધરાવે છે . કોણ કહે છે કે સમજદારી ઉંમર સાથે આવે છે પણ એની આ કાચી ઉંમર માં તો ખાલી મજબૂરી જ અસ્તિત્ત્વ માં હતી .આમ તો સાવ માત્ર જીવન ટકાવવા અલ્પ થી અલ્પ આરોગીને ટકેલા એના બાહ્ય અસ્તિત્ત્વ સામે એની વૈચારિક દૃઢતા કદાચ સામાન્ય હોવી શક્ય જ નથી.થોડી વારે મે એમને મારી ટુંકી સમજણ થી અવલોકન કર્યું તો એ કોઈ પાંદડા ની ડાળી ની નાની એવી સળી થી આ રણ ની રેતી ને ખોતરવાની શરૂઆત કરી ને પછી ધીમેથી ફેંકી . એ આમ તો સદૈવ મૌન રહીને આ પરિસ્થિતિ નો તાગ મેળવી લેતી હશે કે કેમ !! આમ તો બાળ રમત જ કહેવાય ને એની ઉંમર માં , 
પણ પ્રભુ બ્રહ્માંડ માં તરણું તોડે એ પણ અદભુત ઘટના છે કદાચ એના થી નવું જગત સર્જાઈ જતું હશે .એની આ કુમળી આંગળીઓ મારા માં એના પ્રત્યે ભ્રાતા ભાવ જગાવે છે .
શું એ બધું જ જાણે છે એવા ભ્રમ માં રહુ , એની સાથે મારી થોડી વાત થઈને ધીમે મને એનું એક નવું પાસુ મળ્યું એનું મારા પ્રત્યે નું નિર્ભેળ વહાલ !!! કોઇ પણ ના વિકારો ને ભસ્મીભૂત કરનાર એના ઊર્જા સ્પંદનો , હું ચેતના ની ત્સુનામી માં સળવળી રહ્યો છું એ શક્તિ , એ સરળતા ને પૃથક્કરણ કરવામાં ને હું વધુ ને વધુ ખૂપતો જાઉં છું ને મારા મસ્તિષ્ક માં વધે છે એની સરળ વ્યકિતત્વ થી આવેલી શુદ્ધતા...

બાળપણ કુતુહલ

તમે ક્યારેય તમારી સાથે ના અજાણ્યા સહયાત્રી ને મળ્યા છો જે કદાચ 2 3 વર્ષ નું નાનું બાળક હોય , 
એની કાલીઘેલી ભાષા માં તમારા ઉચ્ચારણો પણ ભૂલી જઈને ચાળા પાડ્યા છે ?!!
એનું કુતુહલ સંતોષવાના એકેય પ્રયત્નો કર્યા છે !!
Spotify કે Instagram ને બાજુ માં રાખીને એ કુમળી ઊંડી આંખો માં ક્યારેય જોયું છે ,
એના ગાલ ખેંચીને એનું ધ્યાન ખેંચવાની Try કરી છે ?!
શું એની સાથે રહીને શૈશવ ના સંભારણા કર્યા છે ?!;

Banglore Day 1

Day ૧ બેંગ્લોરની સફર માટે આમ તો પરફેક્ટલિ રેડી જ હતા પણ એલાર્મ નું નોટ સો મધુર ધૂને મારા કાન ના કોષોની આત્માને થર્ડ ડિગ્રી ટોર્ચર કરી દીધું ...