દિવસ અને સાંજ ની સંક્રાંતિ અવસ્થા એટલે કે સાંજ પડી જવા આવી હતી .
મારા પગ ના ATP વધુ ન વપરાઈ જાય એવા આશયે હોસ્પિટલ માંથી શોર્ટકટ લેવાનું નક્કી કર્યું .
મારું ચેતાતંત્ર આમ પણ સુષુપ્ત થઈને બધું ઓટો મોડ માં ચલાવી રહ્યું હતું .
બસ રોજની જેમ દર્દી ના સગાવહાલા ની લાઈનો,
એમના ચહેરા પર જલ્દી થી એમના સ્નેહી સાજા થયા એની રાહ ,
જલેબી ખાતું એક બાળક
અચાનક એમ્બ્યુલન્સ આવીને પેશન્ટ ને તાત્કાલિક ICU માં લઇ ગયા .
ત્યાં મારી પાસે કોઈ પડછાયો સરકીr રહ્યો હોય એવું લાગ્યું ને
મારું ધ્યાન પડ્યું
એ સ્ત્રી પર ,
ચીથરેહલ કપડાં ને
અઠવાડિયા થી કંઈ ખાધું નહિ હોય કદાચ એણે,
હું પણ દાન કર્યા નું પુણ્ય મેળવીને આત્મ સંતોષ મેળવી લઉં એવા સ્વાર્થી પણ acceptable આશય થી ખિસ્સા માં હાથ નાખ્યો ,
એ કહે
" થોડી દવા લય દેહો ?!! "
મેં કહ્યું કે સરકારી dispensary છે મફત માં મળી જશે તમને .
" ઈ કેય છે કે બાર થી લય લેઝો
ન્યાં તો ખૂટી ગય !!
અમારા ઈ ને અહી દાખલ કરિયા છ "
એનાં અવાજ માં રહેલા ઊંડાણ ને હું
મારા logical reasoning પ્રમાણે tackle કરી શક્યો નહિ .
મારી પાસે કોઈ ઉતર નહોતો ને
એમ પણ
રડી રડીને સૂઝી ગયેલી એની આંખો ..
પાસે ના મેડિકલ પર ગયા ને મેં prescription આપ્યું.
ત્યાં બેઠેલો વ્યક્તિ તો મારો જાણીતો
એ કહે કોની માટે છે ?!
' આ બાઈ માં પતિ માટે '
મે જવાબ આપ્યો..
પણ મેડિકલ વાળો કહે
" એમાં ઘરધણી ને ગુજરી ગયા ને ચાર દિવસ થઈ ગયા ને તમે ત્રીજા વ્યક્તિ છો જેની સાથે દવા મંગાવી એણે ,
આવા તો આવ્યા રાખે .."
હું અટવાયો કે શું કરું પણ મારે જાણવું હતું કે એ દવાનું કરશે શું ?!
થેલી લઈને થોડે દૂર એની પાસે જઈને આપી .
એને ચાલવાનું શરૂ કર્યું ને હું પાછળ .
એ dispensary માં થેલી આપીને
એ થોડી વાર માં અલોપ થઈ ગઈ .
મને વિચારો ના ઝંઝાવાત માં મૂકીને ક્યાંક.....
સૌ દીવાઓની આ લાચારી! નહિ ચાલે ; એ હવા દાદાગીરી તારી નહિ ચાલે
No comments:
Post a Comment