ત્રસ્ત હો સંજોગો થી ભલે ને
પણ થોડા
અલમસ્ત રહો શું ફેર પડે છે
કશાક ની રાહ જોતી વખતે
સમય થંભી ગયો હોય એવું લાગે ને
સદીઓ વીતી ગઈ હોય એવું લાગ્યા કરે પણ, ઘડિયાળ માં જુઓ તો હજી તો ઘડી બે ઘડી જ વીતી હોય ..
સમય શું એની ગતિ કેમ બદલી દેતો હશે ...!!✍️✨❣️🙌
સંવેદનાઓ ને ઓઢાડ્યું એક કફન છે,
ઘણી વેદનાઓ એના દફન છે
મદિરા થી તો ન અપાયું પણ
એની છબી ( ઈમેજ) થી ઘણું આશ્વાસન છે
..
અહંકાર ના તો ઘણા પહાડો છે
પણ એની અંદર ઘણી તિરાડો છે
બહાર થી ભલે પાડે ત્રાડો છે
પણ ગુજતાં સ્મરણો ને છેતરવાની રાડો છે
ઘણી દ્વિધા થી અંતર અજાણ છે ,
ચરિત્ર સાબિત કરવાનું ક્યાં કોઈ પ્રમાણ છે ,
ડૂબે કે ભવસાગર તરે
જિંદગી ક્યાં કોઈ વહાણ છે .
વહેતી હવા માં કંઈ તો માદક અસર છે ,
ભૌતિક રીતે તો જોયું નહિ
પણ વેદનાઓ નશ્વર છે , ખબર પડી તો લાગણીઓ પરસ્પર છે
ચહેરા પર નું આભાસી પણું તને ખુંચ્યું પણ નહિ ,
પ્રમેય સાબિત કરી દેત પણ તે પૂછ્યું પણ નહિ …
મળતાં નથી અમે સમયાંતરે
હવે
બસ ખાલી નામનો સંબંધ રાખ્યો છે ,
છતાં પણ
મારા વોલેટ માં એનો ફોટો અકબંધ રાખ્યો છે
હુ મળું તને પ્રત્યક્ષ
કે અસ્તિત્ત્વ તારું આભાસી છે
..
વાયદા તારા સાંભળીને હવે તો ઘડિયાળ પણ ત્રાસી છે.
હવે દુનિયાદારી ની દોરી કાપી છે આમ શરમાવું તારું અમસ્તું થાય નહિ , આંખો થી ઝાંખી શમણાંઓ ની અફાટ આપી છે , સંવાદો માં વ્યક્ત ન થયું પણ કલ્પનાઓ ની હારમાળા છાપી છે , ઘણો નિષ્ઠુર છું એવું ભલે લાગ્યું તને , પણ તારા સ્પર્શ થી વધતી મારી ધડકન મે માપી છે .
અભિમાન ની છાવણીઓ ત્યજી છે ,
ડંખતા ભૂતકાળ ની પીડા હજી છે .
ઊઘડે ધીરેથી અંતર ના બારણાં પણ
દૂર દેખાતી એક નાની બારી સજી છે.
ઉકળતા પાણી ની વરાળ ઠરી છે ,
ખાબોચિયા માં તેલ ની બુંદ
થોડી તો તરી છે
પાનખર હોત તો માની લેત
પણ આ વસંત માં કેમ
ડાળખીઓ ખરી છે
ભૂલેલા બાળપણ ને સંઘરવા એક માપણી
લીધી છે,
ખોવાયેલા સ્મરણો નેં આંકવા એક ટાંકણી
લીધી છે
શૈશવ માં રમતો જેમાં એવા મેલા ઘેલા વસ્ત્રો ની સુગ ચડી છે મને, હવે એ સંબંધો ને જાળવવા પણ દુનિયાદારી ની ચાલણી લીધી છે …
ઊડતા પંખી ને જ્યારે
સૂરજ થી દાઝવું પડ્યું
ત્યારે આકાશ ને થોડું
ત્વરા થી ગાજવું પડયું.
હું બોલાવું ને તું આવે
એમાં કશું ખાસ નથી,
જાણે કોઈ પાકેલી કેરી માં મિઠાસ નથી ,
અજાણતા ચમકે તારો ચહેરો
ચંદ્ર સરીખો ,
હોઈ ભલે કોઈ પણ દિવસ
પણ અંધકાર ભરી અમાસ નથી
વિરહ માં ઝુરી ઝૂરી ને
છેવટે મેં સંભારણા કર્યા ,
એને જોયા પછી જ મે
ઉપવાસ ના પારણાં કર્યા ,
અંગત સમજીને કહી
દીધું હોત તો ચાલી જાત
આપણને
પણ એણે જ માંરા માટે
બંધ હૃદય ના બારણાં કર્યા ..
વહેણ છે સ્થગિત કે
કોઈ ગતિ વિધિ છે ,
ચોમાસે થશે મુશળધાર
બાકી
માવઠું
ઘટના એ સીધી છે
વાદળાંઓ ને મે આજે
આ વાત કીધી છે
.
No comments:
Post a Comment