બેંગ્લોરની સફર માટે આમ તો પરફેક્ટલિ રેડી જ હતા પણ એલાર્મ નું નોટ સો મધુર ધૂને મારા કાન ના કોષોની આત્માને થર્ડ ડિગ્રી ટોર્ચર કરી દીધું ને ઊભો થઈને તૈયાર થઈ ગયો, ઉબેર બુક કરીને બસ રેલ્વે સ્ટેશન તરફ પ્રસ્થાન કરી દીધું , સવારના હજી છ જ વાગ્યા હતાં એટલે ટ્રાફિક નામનું ગ્રહણ લાગ્યું નહીં ને ફાટક થી પહોંચી ગયા. ટ્રેન તો ટાઈમ પર આવી પણ એનો ૫ મીન નો હોલ્ટ ૨૫ મીન સુધી ખેંચાઈ ગયો. બસ આપડે પણ શરીર ને હોરીઝોન્ટલ દિશામાં લંબાવી દીધું ને બસ નાની ઊંઘ ના નામે કુંભકર્ણની મીની આવૃતિ જેટલી નિંદ્રા તો કરી જ લીધી.
ઢોલ નગારા પણ આપડી ઊંઘને ઉની આંચ આપી શકે એમ નથી એવું બ્રહ્મ અનુભૂતિ તો હતી જ પણ આજુબાજુ ટાબરિયાઓ એ બઘડાટી બોલાવી મૂકી,પછી અંતે મારેય આંખો ચોળીને વિશ્વ વિજય મુદ્રા માં બેઠું થવું પડ્યું .વરસાદ નું મસ્ત મોસમ ને બારીમાંથી મારી બતક થી નાની ડોક ફેરવીને પ્રકૃતિના મસ્ત સર્જનો ને નિરખવાનું શરૂ કરું દીધું. બહાર રફતાર થી ચાલતા આ કૂદરતી દ્રશ્યો ની વચ્ચે મેં પણ એક સરસ મજાની બુક માંથી મળતાં શિખામણો વિશે વિચારવા માંડ્યું.
ભારત ની રેલ માં એમી ભાતભાતની પ્રજા ભરેલી હોય છે (આપડે કોઈને ડિસ્ક્રીમીનાટ તો નઇ જ કરતા !)બધા ના અલગ જીવન, જીવન ની જીવવાનો નજરિયો બધું જ ટોટલી અલગ .બધા ક્યાંક પહોંચવાની ઉતાવળ માં છે , બધા ના કૈક માઈન્ડસેટ છે ને પોતાના વિચારો કંઈક ને કંઈક રીતે વ્યક્ત થતા રહે.બધા પોતપોતાની લડત પોતપોતાની અલગ રીતે લડી રહ્યા છે , ક્યાંક બેકફૂટ પર આવીને પણ થશે પડશે એવી વૃતિ સાથે બસ ચાલ્યા કરે છે લોકો.
માણસના ટ્રોમા ને ભૂતકાળના અનુભવો થી જ એના દ્રષ્ટિકોણ અને માન્યતાઓ ઘડાતી હોય છે એવી ફ્રોઈડ વિચારધારા થી અલગ અલ્ડેરિયન વિચારધારા વિશે સરસ લખાયું હતું કે માણસ ના ઇમોશન્સ એના જ કંટ્રોલ માં હોય છે ને સિલેક્ટિવલી માણસ એના પર્પઝ માટે ઉપયોગ કરતો હોય છે ને એના અનુભવો નું એ કેવું અર્થઘટન કરે છે એના આધારે એની માન્યતાઓ ઘડાય છે , સાવ ભૂતકાળના માથે માછલા ધોવાનો બદલે વર્તમાન માં ખુદની જવાબદારી લઈને જીવન ની સરળ રીતે જોવાનું ઓપ્ટિમિસ્ટમ અગત્યનું છે .
પછી સીટનું થોડો જુગાડ કરીને મસ્ત કુદરત ના કેન્વાસ ને માણવાનું શરૂ કરી દીધું .ખંડાલા આવતા વેત જ મસ્ત ટ્રેન અંધારા બોગદામાંથી નીકળે ને પર્વતો ની વચ્ચે આમ વાદળાઓ ને ધોધ દેખાવા લાગ્યાં, આમ બધે જ લીલાશ ને ભેજ નું સામ્રાજ્ય પથરાઈ ગયું હતું.કેમેરા માં ઘણું કેપ્ચર કર્યું ને ઘણું આમ સ્મૃતિ માં ઝીલાઈ ગયું બાકી એમાં આવતી મોજે દરિયાને પણ ફુલ બાકાઝીંકી થી પી લીધો.
અંધારું થયું છે હજુ તો કાલે બપોરે પહોંચીશું પણ ત્યાં સુધી પાછા આ સ્નાયુ ને સ્થિતિફેર આપી દઇએ.
No comments:
Post a Comment