નમસ્કાર
અહી ઉપસ્થિત સુશ્રી દરેક શ્રોતાજનો ના હૃદય માં બિરાજમાન શાશ્વત ઈશ્વર ને મારા નમન .
માતૃભાષા અભિયાનની આ ૩૩મી ગોઠડીમાં આપ સર્વે નું હું સ્વાગત કરુ છું . જાણીતા સંશોધક લેખક ડૉ. માણેક પટેલ (સેતુ) સાહેબ અહીં ઉપસ્થિત છે અને "આશાવલ થી આઝાદી સુધીનું અમદાવાદ" વિષય ઉપર આજે વાત કરવાના છે ત્યારે એમને ખેડેલાં વિવિધ ક્ષેત્રો ના ખેડાણ ની ઝાંખી આપું તો ..
આમ તો સાહેબ
વ્યવસાયે ડેન્ટિસ્ટ છે પરંતુ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ વિષય માટે તેઓ ખાસજાણીતા છે.
એમણે આજ સુધી અમદાવાદ શહેર અને અમદાવાદ શહેરના વિવિધ વિષયો ઉપર ૧૧ પુસ્તકો લખ્યા છે તેમજ ૩ ડોક્યુમેન્ટરી પણ બનાવેલી છે.
ડૉ. માણેક પટેલ 'સેતુ' એ લેખન પ્રવૃત્તિની શરૂઆત દૈનિક પત્રથી કરેલી
, ત્યાર બાદ તેઓએ ‘ગુજરાત સમાચાર'માં ૧૯૯૩માં ‘અમદાવાદ કથા' નામની પપ હપ્તાની લેખશ્રેણી પ્રકાશિત કરી અને જેનુ પછી થી ‘અમદાવાદ-કથા' પુસ્તક તરીકે પણ પ્રકાશિત થયું. ઉપરાંત છ વર્ષના અભ્યાસ અને સંશોધનના અંતે ૨૦૦૩માં 'આ છે અમદાવાદ’નું સર્જન કર્યું હતું. તેમજ
એ જ સમયે તેઓની ‘દિવ્ય ભાસ્કર'માં 'મિરાતે અમદાવાદ' અને 'કર્ણાવતી ક્રોસવર્ડ' નામની લેખશ્રેણી પ્રકાશિત થયેલી.
ગુજરાત સમાચાર અને દિવ્યભાસ્કર બાદ, ૨૦૧૫-૧૬ દરમિયાન નવગુજરાત સમય’માં 'અમદાવાદીઓનું અમદાવાદ' નામની ૬૦ હપ્તાની લેખશ્રેણી પ્રકાશિત થઈ
અને ડૉ. માણેક પટેલ, ગુજરાત સરકારના આમંત્રણ થી 'ગુજરાત' દીપોત્સવી અંકમાં ઘણા બધા વર્ષોથી લેખો લખે છે. તેમજ અન્ય ઘણા માસિકોમાં તેઓના અમદાવાદ વિશેના અભ્યાસ લેખો વારંવાર પ્રકાશિત થાય છે.
એટલે ટુંક મા એમણે અખબાર ના કટાર લેખન થી લઈને documentary ફિલ્મ નિર્માણ, વ્યાખ્યાનો, કલ્ચરલ અને હેરિટેજ ફોટોગ્રાફર સુધી ના ક્ષેત્રો નો અનુભવ ધરાવે છે .
હવે આપ સૌનો વધારે સમય ના લેતાં હું આમંત્રિત કરીશ સેતુ સાહેબ ને ...
No comments:
Post a Comment