કેવો હોય રંગરૂપ કે પછી ન પામી શકાય એવી છટા. રેટિના ની ક્ષમતા થી વધુ તરંગ લંબાઈ ના કિરણો માં ધોધ નો સ્ત્રોત સમો તું કે મન ના સ્મૃતિ પટલ માં આછા ઝીલાયેલા તારા ભણકારા. મહાસાગર ના તળિયે રહેલા કોઈ જીવડાં થી પણ સૂક્ષ્મ ને કેટલીય આકાશગંગા માં પણ ના સમાવી શકાય એટલો વિરાટ , તારા પ્રત્યક્ષ સ્વરૂપ ના સાક્ષી થવા માં ટુંકો પડતો પનો ને તને સાચવી લેવા માં જરૂરી સંગ્રહ ક્ષમતા ની અછત .
તારા સર્જનો ને નિરખવા સારું ઘટતું આયખું ને તને કચકડે મઢાવી લેવાની આતુરતા ,
તારી સિદ્ધિને આંકવા દોરાયેલા વર્તુળ ના બેય છેડા ક્યારેય ભેગા થશે ખરા ?
પ્રાણવાયુ ને નિરંતર ગ્રહતું તારા તત્વો નું આ પિંજર જુદા જુદા કાળખંડો માં અશ્મિ બને એવું ને ,
તો રાખ નો રજકણ બનું ને કૃષ્ણ વાંસળી ના છિદ્ર માં આવી અચંબિત થવું કે રામ ના ધનુષ ની પણછ માં આંદોલિત થાઉં.
તારી વારંવાર અનુભૂતિ કરવાની જીજીવિષા ને સારું તારા ઉદગમ ને ફંફોસ્યા કરું. ✨
No comments:
Post a Comment