કોઈક નું અસ્તિત્ત્વ જ ના રહેવું ,
શાયદ આ કોઈ સ્વપ્ન હોત
તો વ્યક્તિ ને કહેત મે એમને કેટલા યાદ કર્યા ..
પણ આ સત્ય સ્વીકારવું સરળ છે ?!
સેંકડો વાર્તાલાપો અધુરા રહ્યાં એનો વસવસો મનાવવો કે
એમને આપેલી લખલૂટ યાદો ને વાગોળવી...
એમની સાથે શીખેલી દરેક હરકત ,
બધું જ કડકભૂસ થઈ ગયું હોય એવું લાગે ..
એમના ન હોવાથી કોઈ ખાલીપો,
આ અવકાશ નો કોઈ વિકલ્પ શક્ય છે ?!
" તું મારી ચિંતા નો કરતો "
પણ મારી ચિંતા કરવામાં એમણે કોઈ કસર છોડી હતી ?!!
મારી માટે એમણે લીધેલી માનતા,
મારી માટે દરેક વેકેશન માં વાટ જોવી ..
વાત વાત મા બરાડા પાડતા ને સાઠ વર્ષ ની ઉમર માં જ કંટાળી ગયેલા ,
જિંદગી નો બળાપો કાઢતા માણસો ના ઝુંડ માં
એક પંચ્યાસી વર્ષ ના લડી લેનાર માણસ મે ખોયો છે ,
એણે ક્યારેય ફરિયાદ નથી કરી ને
કોઇ નું ખરાબ કરવાની પંચાત માં પાડતા નથી જોયા ..
બસ સંજોગો ને સ્વીકારી આગળ વધતા જોયા છે ,
સ્વભાવ તીખો એટલે તડ ને ફડ કહી દે ..
ક્યારેય અફસોસ એમને થયો જ નહિ હોય ,
કહે છે કે સત્ય કડવું હોય પણ
એમનું સત્ય મીઠું હતું ..
એમણે જીવતર જીવી જાણ્યું હતું ..
એમને ચોપડીઓ વાંચવાનો બોવ શોખ ..
એ વાચીને મને આપે ને હું વાંચું ..
ઈન્સ્ટાગ્રામ માં હતાં નહિ બાકી Tag your favourite person માં tag કરી દેત ..
સોરઠ ના બહારવટિયા એમને બહુ જ ગમતી ,
એમના સમય ની વાતો ,
એમને જોયેલા દુકાળ ને
ગાંધીજી ને એમને નાનપણ માં જોયેલા ,
મારા આખા વ્યકિતત્વ ના વળાંકો
ને આકાર આપ્યો.
શિખામણ તો ઝાઝી આપતા નહિ પણ
એ રહેતા એ જ મોટો બોધ હતો .
માખીઓ ની જેમ ઠાવકા બણબણતા લોકો ને
ઋતુપ્રવાસી પક્ષીઓ ની જેમ ચોક્કસ અંતરાલે ઉડી જશે !!
મને કારણ વગર માત્ર મજામાં ને પૂછવા માટે હવે ફોન નહિ આવે ,
મને હવે timeline કોઈ નહિ પૂછે ..
વધશે આ ખાલી પરસાળ,
એમને ઉછેરેલા વૃક્ષો ને
આ જામફળ એમને કરેલા efforts નું દર વર્ષે reminder આપતા રહેશે ..
No comments:
Post a Comment