Sunday, June 29, 2025
description about god
બ્રહ્મનિષ્ઠ કેમ ક્યારેય ઈશ્વરના આભાસ સુદ્ધાંની ઉદઘોષણા નહીં કરતા હોય , શુ પ્રતીતિ માત્ર એમને સ્થગિત કરી દેતી હશે ?!! પ્રસિદ્ધિ ની એષણા વિલુપ્ત થઈ જતી હશે કે આસક્તિ ના વિષયોથી મુક્ત થઈ જતા હશે ?! શું એ અવસ્થા થી જોજનો દૂર વિચરતી આપણી બુદ્ધિ એની અછડતી આકૃતિ પણ ઝીલવા સક્ષમ નહીં હોય કે એ આત્મ જાગૃતતા નો અભાવ. ઈશ્વર તો સરળ છે એની અનુભૂતિ જ પ્રતિબિંબિત થાય, બસ એ જીજીવિષા ને સારુ .
કેટલા ને પ્રેમ થયો છે ?!
નહીં
બેધડક બનો યાર..
સાડા છ ઇંચ ની તમારી સ્ક્રીન ની બહાર ની દુનિયા માં થોડા છબછબિયા કરી લો .. આમ કહેવાય ને તમારા fellow સજીવ ના હૃદય માં ઉમટતા સ્પંદનો ઝીલી લો ..
મારું નામ અંકુરસિંહ રાજપુત AKA RJ Ankur , પણ shakespeare પ્રમાણે તો નામ માં શું રાખ્યું છે , પણ એ નામ તમારી ગમતી સ્ત્રી નું હોય ...તો પછી એ શબ્દ ઓર્ડીનરી નથી રહેતો... પછી તો એ શબ્દ, એનો અર્થ , એના અર્થઘટનો બધું જ મહત્વનું બની જાય છે ,
તમે શેર સાંભળો ને એમાં જે વર્ણનો હોય ને પ્રિયતમા ની આંખો ના , એના પરિધાન ના , એના ઝૂમખાં ના, તમે એમની કલ્પનાઓ સાંભળો તો ગલગલીયા થઈ જાય .. જેમ એનો ચહેરો મેઘધનુષ ના રંગ નો સ્પેટ્રમ લાગવા લાગે , એને ભેટતા વેત ( કેવાય ને tight hug) માં તમે તમારું આખું આયખું ઓગળવા તૈયાર થઈ જાઉં..
કવિતા કે શાયરી એ સ્ટોરી telling છે પણ કોડ language માં., .. કેવાય ને Simple vastuo ને એવા જોરદાર Perspective માં જોવાનું .. એક તો જોતા વેત Love at first sight થઈ જાય ને બાળકો ને કઈ School માં મુકવાનું પણ વિચારી લીધું હોય ..
એ મસ્ત Delulu માં રહેવું.... કઈ દઉં કઈ દઉં પણ પછી કહેવાય નહી, લાયબ્રેરી મા, dissection હોલ માં એની પાછળ ... તમને કોઈક ગમે ને તો બધું જ ગમવા લાગે , એની વાતો,gossip બધું જ ઇન્ટરેસ્ટિંગ લાગવા લાગે. એ કોઈક બીજા પાત્ર સાથે વાત કરે તો આપણને jealously થવા લાગે .
નર જાતિ/ પુરુષ સમાજ એ તો ખાલી ટપરીએ ચા પીવાની વખતે મિત્રો સાથે જ expressive હોય બાકી ગમતી સ્ત્રી ની આંખો માં જોતા વેત...
હાય ..tachycardia થઈ જાય ..Sugar level નું spike થઈ જાય ..બધા Hypothesis ભુલાઈ જાય ..life ની philosophy interesting લાગવા લાગે...
so kavita ના વિશ્વ માં એક ડૂબકી મારીએ તો ,
વહાલ ના વાવટા માં આવવાની શરૂઆત કરીએ તો ...
शायद उस नादीकिनारे पे अस्तित्व में आया सूरज, थोड़े से बादल भी अपनी गति को स्थगित कर रहे हो, शायद तुम्हे निहारना किसी स्पर्श से ज्यादा महत्व रखता हो, मेरी सांसे थोड़ी बढ़ रही है मगर भीतर में कोई निरवता छाई हुई है, ये पल कभी आगे बढ़े ही नही, तुम्हारा सहवास ही तुम्हारे समीप बैठना ही कोई मोक्ष है, में कोई संत नहीं मेरी भी खामियां है पर ये लम्हों में उनसे मुक्ति पाता हूं, ये तुम्हारा ही साथ होने के प्रभाव से है, मेरे शब्द से ज्यादा साथ होने का एहसास तुम करो ये मायने रखता है, दुनिया के तौर तरीको से या तो प्रेम की अभिव्यक्ति में इतना ज्यादा समर्थ नहीं हूं मगर तुम्हारी समझदारी पता है,मेरा बचपना तुम झेल लोगी
કેટલા ને પ્રેમ થયો છે ?!
નહીં
બેધડક બનો યાર..
સાડા છ ઇંચ ની તમારી સ્ક્રીન ની બહાર ની દુનિયા માં થોડા છબછબિયા કરી લો .. આમ કહેવાય ને તમારા fellow સજીવ ના હૃદય માં ઉમટતા સ્પંદનો ઝીલી લો ..
મારું નામ અંકુરસિંહ રાજપુત AKA RJ Ankur , પણ shakespeare પ્રમાણે તો નામ માં શું રાખ્યું છે , પણ એ નામ તમારી ગમતી સ્ત્રી નું હોય ...તો પછી એ શબ્દ ઓર્ડીનરી નથી રહેતો... પછી તો એ શબ્દ, એનો અર્થ , એના અર્થઘટનો બધું જ મહત્વનું બની જાય છે ,
તમે શેર સાંભળો ને એમાં જે વર્ણનો હોય ને પ્રિયતમા ની આંખો ના , એના પરિધાન ના , એના ઝૂમખાં ના, તમે એમની કલ્પનાઓ સાંભળો તો ગલગલીયા થઈ જાય .. જેમ એનો ચહેરો મેઘધનુષ ના રંગ નો સ્પેટ્રમ લાગવા લાગે , એને ભેટતા વેત ( કેવાય ને tight hug) માં તમે તમારું આખું આયખું ઓગળવા તૈયાર થઈ જાઉં..
કવિતા કે શાયરી એ સ્ટોરી telling છે પણ કોડ language માં., .. કેવાય ને Simple vastuo ને એવા જોરદાર Perspective માં જોવાનું .. એક તો જોતા વેત Love at first sight થઈ જાય ને બાળકો ને કઈ School માં મુકવાનું પણ વિચારી લીધું હોય ..
એ મસ્ત Delulu માં રહેવું.... કઈ દઉં કઈ દઉં પણ પછી કહેવાય નહી, લાયબ્રેરી મા, dissection હોલ માં એની પાછળ ... તમને કોઈક ગમે ને તો બધું જ ગમવા લાગે , એની વાતો,gossip બધું જ ઇન્ટરેસ્ટિંગ લાગવા લાગે. એ કોઈક બીજા પાત્ર સાથે વાત કરે તો આપણને jealously થવા લાગે .
નર જાતિ/ પુરુષ સમાજ એ તો ખાલી ટપરીએ ચા પીવાની વખતે મિત્રો સાથે જ expressive હોય બાકી ગમતી સ્ત્રી ની આંખો માં જોતા વેત...
હાય ..tachycardia થઈ જાય ..Sugar level નું spike થઈ જાય ..બધા Hypothesis ભુલાઈ જાય ..life ની philosophy interesting લાગવા લાગે...
so kavita ના વિશ્વ માં એક ડૂબકી મારીએ તો ,
વહાલ ના વાવટા માં આવવાની શરૂઆત કરીએ તો ...
અંતર reflection
Something got stuck ,
આમ કહેવાય ને સાવ default setting માં ચાલતો દિવસ , સાવ નાની બાબતો માં થતો ઉમળકો ક્યાંક ખોવાઈ ગયો હોય ,
આમ આખું મનુષ્યો નું તંત્ર જ સાવ મહોરા પહેરીને ફરતું હોય , ફરિયાદો તો શેની કરવી ને કોને કરવી , ભાવવિહિનતા તો ઈશ્વરે બનાવી નથી , યાંત્રિક manners પણ એની રચના નથી , ઢેફાં સાથે રમતા બાળક માં તો હજી એ જ સહજતા છે , વારંવાર જાળ ગૂંથતા કરોળિયા માં તો હજુ એ જ ખંત છે , ચુપકીદી સાધીને છટકી જવું કે પછી અજાણતાં ને આમ તો જાણતા જ અંતર ની આખી ત્સુનામી ને સ્થગિત કરી દેવી , ક્યાં છે એ કનેક્ટ પ્રકૃતિ સાથે , માણસ માં ઘૂઘવતા વહાલ ના દરિયા સાથે , વાંક તો કોઈનો જ નથી , પ્રક્રિયાઓ તો ચાલતી જ રહેવાની .... superficial ડૂબકી મારીને ભવસાગર તરી ગયાનો સંતોષ તો બધા ને રહેશે , કોઈક એને પ્રસિદ્ધિ નું સાધન બનાવશે તો કોઈક એના ડર ના ઓથાર ના ઔષધ ગણીને જીવશે , બધું નિરંતર ચાલતું રહેશે , નિરાંત ની ક્ષણો ક્યાંય વિલીન થતી રહેશે , સાવ કૃત્રિમ પડછાયા બની જવું એ અનિવાર્ય Skill માં ગણવામાં આવશેવ, એક સજીવ એ દાખવેલી માયા બસ ઓસરી જ જશે , જેમ સંધ્યા માં ઓસરતો આ રતુંબડો રંગ, ને આ રાત આમ જ વીતી જશે , સમય નું ચક્ર ....
More of ખુદ ને Eternal ગણી ને ચાલવામાં રાચતું પ્રાણી છેક તો વિધિ ના ત્રાટક માં ભસ્મીભુત થઈ જશે , ઉલ્લાસ ને ઓળખવામાં ચૂકી ગયા પછી માત્ર વધશે અફસોસ , ખુદ ને બધા માં ફિટ કરવાના effort માં hu ફરીથી unfit થઈ જઈશ, વેગવાન ધસમસ પ્રવાહ માં ભાગતા આ ટોળા માં હું ક્યાંક ધકેલાઈ જઈશ ને બસ પછી તો અંતે વધશે સાવ નીરવતા , વારંવાર છાવરવાની ટેવ પાડ્યા ની શિખામણ પછી નિખાલસ ને straight આત્મ જાગૃત રહેવા બદલ , કોઈ અજાણ્યું tag મળી જશે , but ...
મારા શ્વાસ તીવ્ર હશે Clarity ને ઊંડાણ ને પરખવાના સમરાંગણ માં, બસ ક્યાંક બેસીને અપેક્ષાઓને ત્યજી , રણ ની રેતી માં અંકુર ફૂટે એના પ્રયત્નો માં ,broad perspective મેળવવાના યજ્ઞ માં , Logical કે તર્કો ને બદલે Empathy ના perception થી પરિસ્થિતી ને ચકાસતો... અહંકાર ને બદલે આ નિદર્શન કરવાનુ intellect હોવા બદલ તો બસ શુદ્ધ gratitude હશે પરમ તત્વ નો...
Non ઓપ્ટિમિસમ
સાલું આ જિંદગી માં હવે રસ નહિ રહ્યો , રોજ રોજ ની સાવ ફિક્કી routine જિંદગી માં કસ કાઢી નાખવા જેવું કશું નથી રહ્યું , બસ આ ભીડ ની ધક્કામુક્કી માં ઘૂંટાતો શ્વાસ ને adjust થવામાં સાવ અકડાઈ ગયેલું શરીર બસ બધું જ unclassy છે , ⁹ફિલ્લમ ના high energy- music થી રુંવાડા ઊભા થઈને એની મેળે પાછા પરસેવા ની રેબઝેબ માં લપાઈ જાય છે , ધરતી ને ઉંધી ચતી કરવાના સપના જોવાય છે ને પડખું ફરવામાં પણ બેડ ની પહોળાઈ ટુંકી પડી જાય છે , મૂશ્કેલી ને ઉખેડીને ઘા કરવાનું સાહસ રીલ ના rush માં જ પતી જાય છે , ભડવીર થવાના અરમાનો એ વાળેલી મુઠ્ઠી લાચારી રક્ત માં ભળતા ભિંસેલી જ રહી જાય છે . આદર્શ તો નહિ પણ વાસ્તવિકતા તો દીવાલો પર ના વિકૃત કરી દીધેલાં ચિત્ર જેવી જ છે . ઘોંઘાટો વચ્ચે જીવીને બહેરા થયેલા ટોળા ને Whistleblower ની તીણી ચીસ તો ક્યાં થી સંભળાય ? આમ પણ રદ્દી માં નાખેલા છાપા થી બધુ મહત્વનું અસ્તિત્વ જ ક્યાં રહ્યું છે !! સાચ્ચે સતત વિચારો ના પ્રહારો થી બુઠ્ઠી થયેલી બુદ્ધિ ને હવે તો ચાબખા પણ meaningless જ લાગવાના ને !!
Subscribe to:
Posts (Atom)
Banglore Day 1
Day ૧ બેંગ્લોરની સફર માટે આમ તો પરફેક્ટલિ રેડી જ હતા પણ એલાર્મ નું નોટ સો મધુર ધૂને મારા કાન ના કોષોની આત્માને થર્ડ ડિગ્રી ટોર્ચર કરી દીધું ...