Sunday, June 29, 2025

Non ઓપ્ટિમિસમ

 
    સાલું આ જિંદગી માં હવે રસ નહિ રહ્યો , રોજ રોજ ની સાવ ફિક્કી routine જિંદગી માં કસ કાઢી નાખવા જેવું કશું નથી રહ્યું , બસ આ ભીડ ની ધક્કામુક્કી માં ઘૂંટાતો શ્વાસ ને adjust થવામાં સાવ અકડાઈ ગયેલું શરીર બસ બધું જ unclassy છે , ⁹ફિલ્લમ ના high energy- music થી રુંવાડા ઊભા થઈને એની મેળે પાછા પરસેવા ની રેબઝેબ માં લપાઈ જાય છે , ધરતી ને ઉંધી ચતી કરવાના સપના જોવાય છે ને પડખું ફરવામાં પણ બેડ ની પહોળાઈ ટુંકી પડી જાય છે , મૂશ્કેલી ને ઉખેડીને ઘા કરવાનું સાહસ રીલ ના rush માં જ પતી જાય છે , ભડવીર થવાના અરમાનો એ વાળેલી મુઠ્ઠી લાચારી રક્ત માં ભળતા ભિંસેલી જ રહી જાય છે . આદર્શ તો નહિ પણ વાસ્તવિકતા તો દીવાલો પર ના વિકૃત કરી દીધેલાં ચિત્ર જેવી જ છે . ઘોંઘાટો વચ્ચે જીવીને બહેરા થયેલા ટોળા ને Whistleblower ની તીણી ચીસ તો ક્યાં થી સંભળાય ? આમ પણ રદ્દી માં નાખેલા છાપા થી બધુ મહત્વનું અસ્તિત્વ જ ક્યાં રહ્યું છે !! સાચ્ચે સતત વિચારો ના પ્રહારો થી બુઠ્ઠી થયેલી બુદ્ધિ ને હવે તો ચાબખા પણ meaningless જ લાગવાના ને !!

No comments:

Post a Comment

Banglore Day 1

Day ૧ બેંગ્લોરની સફર માટે આમ તો પરફેક્ટલિ રેડી જ હતા પણ એલાર્મ નું નોટ સો મધુર ધૂને મારા કાન ના કોષોની આત્માને થર્ડ ડિગ્રી ટોર્ચર કરી દીધું ...