Sunday, June 29, 2025

અંતર reflection

Something got stuck , 
આમ કહેવાય ને સાવ default setting માં ચાલતો દિવસ , સાવ નાની બાબતો માં થતો ઉમળકો ક્યાંક ખોવાઈ ગયો હોય , 
આમ આખું મનુષ્યો નું તંત્ર જ સાવ મહોરા પહેરીને ફરતું હોય , ફરિયાદો તો શેની કરવી ને કોને કરવી , ભાવવિહિનતા તો ઈશ્વરે બનાવી નથી , યાંત્રિક manners પણ એની રચના નથી , ઢેફાં સાથે રમતા બાળક માં તો હજી એ જ સહજતા છે , વારંવાર જાળ ગૂંથતા કરોળિયા માં તો હજુ એ જ ખંત છે , ચુપકીદી સાધીને છટકી જવું કે પછી અજાણતાં ને આમ તો જાણતા જ અંતર ની આખી ત્સુનામી ને સ્થગિત કરી દેવી , ક્યાં છે એ કનેક્ટ પ્રકૃતિ સાથે , માણસ માં ઘૂઘવતા વહાલ ના દરિયા સાથે , વાંક તો કોઈનો જ નથી , પ્રક્રિયાઓ તો ચાલતી જ રહેવાની .... superficial ડૂબકી મારીને ભવસાગર તરી ગયાનો સંતોષ તો બધા ને રહેશે , કોઈક એને પ્રસિદ્ધિ નું સાધન બનાવશે તો કોઈક એના ડર ના ઓથાર ના ઔષધ ગણીને જીવશે , બધું નિરંતર ચાલતું રહેશે , નિરાંત ની ક્ષણો ક્યાંય વિલીન થતી રહેશે , સાવ કૃત્રિમ પડછાયા બની જવું એ અનિવાર્ય Skill માં ગણવામાં આવશેવ, એક સજીવ એ દાખવેલી માયા બસ ઓસરી જ જશે , જેમ સંધ્યા માં ઓસરતો આ રતુંબડો રંગ, ને આ રાત આમ જ વીતી જશે , સમય નું ચક્ર ....
More of ખુદ ને Eternal ગણી ને ચાલવામાં રાચતું પ્રાણી છેક તો વિધિ ના ત્રાટક માં ભસ્મીભુત થઈ જશે , ઉલ્લાસ ને ઓળખવામાં ચૂકી ગયા પછી માત્ર વધશે અફસોસ , ખુદ ને બધા માં ફિટ કરવાના effort માં hu ફરીથી unfit થઈ જઈશ, વેગવાન ધસમસ પ્રવાહ માં ભાગતા આ ટોળા માં હું ક્યાંક ધકેલાઈ જઈશ ને બસ પછી તો અંતે વધશે સાવ નીરવતા , વારંવાર છાવરવાની ટેવ પાડ્યા ની શિખામણ પછી નિખાલસ ને straight આત્મ જાગૃત રહેવા બદલ , કોઈ અજાણ્યું tag મળી જશે , but ...
મારા શ્વાસ તીવ્ર હશે Clarity ને ઊંડાણ ને પરખવાના સમરાંગણ માં, બસ ક્યાંક બેસીને અપેક્ષાઓને ત્યજી , રણ ની રેતી માં અંકુર ફૂટે એના પ્રયત્નો માં ,broad perspective મેળવવાના યજ્ઞ માં , Logical કે તર્કો ને બદલે Empathy ના perception થી પરિસ્થિતી ને ચકાસતો... અહંકાર ને બદલે આ નિદર્શન કરવાનુ intellect હોવા બદલ તો બસ શુદ્ધ gratitude હશે પરમ તત્વ નો...

No comments:

Post a Comment

Banglore Day 1

Day ૧ બેંગ્લોરની સફર માટે આમ તો પરફેક્ટલિ રેડી જ હતા પણ એલાર્મ નું નોટ સો મધુર ધૂને મારા કાન ના કોષોની આત્માને થર્ડ ડિગ્રી ટોર્ચર કરી દીધું ...