Monday, October 26, 2020

The Right Road - episode ૧


Episode 1 

    
     
 એ અંદરથી તરફડતો , પોતાનાથી ઘવાયેલો ને માનસિક રીતે લોહીલુહાણ થયેલો પોતાના જીવન ના સૌથી કઠિન તબક્કા માંથી પસાર થઈ રહ્યો હતો . ક્યારેક બહુમુખી તો ક્યારેક સાવ વિપરીત અંતર્મુખી વલણ દાખવી ને સૌને ગૂંચવણ માં નાખતો . સાવ ભાંગી ગયેલો ને પોતાનાં આજુબાજુના પર્યાવરણ ને સમજવા અને અનુસરવા સક્ષમ રહ્યો ન હતો . કદાચ આ બધા નુ કારણ તે પોતે જ હતી એવી લાગણી નિરંતર તેના મનમાં આવી રહી હતી .

     રાત્રે 2 વાગ્યે Stranger's palace નામના કોફી શોપ માંથી બહાર નીકળ્યો . ગ્રાન્ડ વોટસન રોડ પર હજી ચાલવાનું જ શરૂ કર્યું ત્યાં બહાર ના ખૂબ જ ઠંડા વાતાવરણ નો અનુભવ તેને થવા લાગ્યો . દિશાશૂન્ય થઈને ચાલતાં એને પોતાને જ ભાન રહ્યું ન હતું . ચહેરા પર પડેલી કરચલી કરતા વધુ તાણ તેનું શરીર અહેસાસ કરી રહ્યું હતુ . કેટલાય રાતોના ઉજાગરા વેઠીને તેની આંખો ધુળેટી પર્વ મા ઊડતી ગુલાલ થી પણ લાલઘૂમ થઈ હતી . કમરેથી સહેજ વાંકો વળી ગયેલો તે પરાણે પરાણે દરેક ડગલું ભરતો હતો .

     હોલિવૂડ ફિલ્મ જોઈને અહીંની ચમકતી દમકતી જિંદગી માણવા તેનું કેટલુંય સુવર્ણ સરીખું છોડીને ચાલી આવ્યો હતો .હવે અહીંની લાઈફસ્ટાઈલ તેને કૃત્રિમ અને સાવ ખોખાછાપ દેખાડા માટેની લાગતી . ક્યાં એણે કલ્પેલું ઇંગ્લેન્ડ ને ક્યાં વાસ્તવિકતા બંને વચ્ચે થોડું ઘણું પણ સામ્ય લાગ્યું નહિ . આ લંડન ની શેરીઓમાં ભડકીને તે સાવ કંટાળી ગયો હતો ને તેને હવે અહીં નો મોહ રહ્યો ન હતો . કેમેય કરીને આમાંથી છટકવા  મગર ના જડબા મા અટવાયેલા શિકારની જેમ મરણિયા પ્રયાસો કરી રહ્યો હતો .

      રાતના સમયે શાંત પડી જતો રસ્તો અને તેના વિરોધાભાસ સમુ તેનું મન જ્યાં એક પછી એક એમ આખા વિભિન્ન પ્રકારના વિચારોનો સમુદ્ર ઉદભવી રહ્યો હતો . દિશાશૂન્ય રીતે મુકાતું દરેક પગલું રોડ પર ઢસડાઈને  કોઈ વધુ પડતાં દારુ ઢીંચેલા નશેડી જેવી ચાલ નો અનુભવ કરાવતું હતું . તેનું શરીર તો રોડ પર પરાણે કોઈ લાકડીની જેમ ઊબડખાબડ ઢસડાઈ રહ્યું હતુ પણ એનું મન તો સૈંકડો પ્રકાશવર્ષ દૂર કોઈ બીજી જ આભાસી દુનિયા માં અનંત ઝડપે દોડી ગયું હતું . 

      ચહેરા પર ઉપસેલા સાવ અજાણ્યા ભાવ સાથે જોરદાર રીતે ચાલતી ધમણ ની જેમ એના શ્વાસોશ્વાસ પણ ઊંડાણ પૂર્વક લેવાઈ રહ્યા હતા . ધીમે ધીમે આજુબાજુની ઠંડી ની અસર તેના પર વર્તાઈ હતી ને પરિણામે સાવ નિર્જીવ ની જેમ અનિચ્છાએ હાથને કોટના ખિસ્સામાં મૂકી ને વ્યગ્ર મનને શાંત પાડવાના પ્રયાસો કરી રહ્યો હતો . 

     વારંવાર પ્રયત્નો કર્યા બાદ પણ તેના વિચારો ઉપર કાબૂ મેળવી શક્યો નહોતો . એના માનસપટ ઉપર ઉદભવતી જુદી જુદી કલ્પનાઓમાં તો જગત ના કેટલાય સ્થળો માં ક્ષણે ક્ષણે છલાંગો લગાવી રહ્યો હતો .

   તેણે જરાય અટકયા વગર વણથંભી વણઝાર નું જેમ અવિરત  ડગલાં ભરીને  ચાલવાની શરૂઆત કરી .  તેની આજુબાજુ નું માદક અને શાંત વાતાવરણ ઘણું રોમેન્ટિક મૂડમાં લાવી દે પરંતુ અંદર સળગતું એનું હૈયું કેટલાય ધુમાડા કાઢી રહ્યું હતું જેના લીધે એને એકેય સ્મિત મેળવવું અશક્ય હતું .તેના ચહેરા પર  વ્યગ્રતા ના લીધે સહારા ના રણ માં પવન ના લીધે પડતાં લીસોટા થી પણ વધુ કરચલી ની રેખાઓ હતી .
   
      કદાચ એને દરેક પળ ને પરિસ્થિત માં સહેવાનો જ વારો આવ્યો હતો ને બાળપણ થી આજ સુધી ધિક્કાર તથા અવગણના એવા અભાવો ના પ્રભાવ માં રહીને એની કુદરતી ચંચળતા લુપ્ત થઇ ગઇ હતી . 
 
   3.00 AM ના ટકોરા બાજુમાં જ આવેલી ટાવર વોચ માં પડતાં જ તેના વિચારોની તંદ્રા તૂટીને જોયું તો તે ગ્રાન્ડ વોટસન રોડ ના છેડે આવી પહોંચ્યો હતો . આ સમયે આ જગ્યાએ થી ટેક્સી મેળવવી તો સાવ આસાન હતી પણ ઘરે પહોંચી શકાય એટલા ડોલર તેની પાસે નોતા . બસ પાકીટ માં ની ચબરખી વાંચી ને આવેલા આંસુ વહી જાય એ પેલા લૂછીને ચબરખી ની ગડી વાળીને મૂકી દીધી .

     ઘરે પહોંચવા માટે લેફ્ટ સાઇડ લઈને પહોંચતું હતું પણ ત્યાં જવાની એની લગીરે ઈચ્છા નહોતી . પણ તેણે રાઇટ સાઇડ નો રસ્તો લીધો ને થોડાજ સમયમાં આવી ગયો લંડન ના રેડ લાઈટ એરિયામાં જ્યાં આ સમયે ઘણી ચહલપહલ ને કોલાહલ હતો .   ચારેબાજુ જુદાં જુદાં બીભત્સ પાટિયા લાગેલા હતા જ્યાંથી વંચાયું ,

Erotica 
Fun 
Enjoyment
અને ત્રણ ચોકડી વાળા પોસ્ટર



Episode ૨ ....


No comments:

Post a Comment

Banglore Day 1

Day ૧ બેંગ્લોરની સફર માટે આમ તો પરફેક્ટલિ રેડી જ હતા પણ એલાર્મ નું નોટ સો મધુર ધૂને મારા કાન ના કોષોની આત્માને થર્ડ ડિગ્રી ટોર્ચર કરી દીધું ...