Monday, October 26, 2020

The Right Road - episode ૧


Episode 1 

    
     
 એ અંદરથી તરફડતો , પોતાનાથી ઘવાયેલો ને માનસિક રીતે લોહીલુહાણ થયેલો પોતાના જીવન ના સૌથી કઠિન તબક્કા માંથી પસાર થઈ રહ્યો હતો . ક્યારેક બહુમુખી તો ક્યારેક સાવ વિપરીત અંતર્મુખી વલણ દાખવી ને સૌને ગૂંચવણ માં નાખતો . સાવ ભાંગી ગયેલો ને પોતાનાં આજુબાજુના પર્યાવરણ ને સમજવા અને અનુસરવા સક્ષમ રહ્યો ન હતો . કદાચ આ બધા નુ કારણ તે પોતે જ હતી એવી લાગણી નિરંતર તેના મનમાં આવી રહી હતી .

     રાત્રે 2 વાગ્યે Stranger's palace નામના કોફી શોપ માંથી બહાર નીકળ્યો . ગ્રાન્ડ વોટસન રોડ પર હજી ચાલવાનું જ શરૂ કર્યું ત્યાં બહાર ના ખૂબ જ ઠંડા વાતાવરણ નો અનુભવ તેને થવા લાગ્યો . દિશાશૂન્ય થઈને ચાલતાં એને પોતાને જ ભાન રહ્યું ન હતું . ચહેરા પર પડેલી કરચલી કરતા વધુ તાણ તેનું શરીર અહેસાસ કરી રહ્યું હતુ . કેટલાય રાતોના ઉજાગરા વેઠીને તેની આંખો ધુળેટી પર્વ મા ઊડતી ગુલાલ થી પણ લાલઘૂમ થઈ હતી . કમરેથી સહેજ વાંકો વળી ગયેલો તે પરાણે પરાણે દરેક ડગલું ભરતો હતો .

     હોલિવૂડ ફિલ્મ જોઈને અહીંની ચમકતી દમકતી જિંદગી માણવા તેનું કેટલુંય સુવર્ણ સરીખું છોડીને ચાલી આવ્યો હતો .હવે અહીંની લાઈફસ્ટાઈલ તેને કૃત્રિમ અને સાવ ખોખાછાપ દેખાડા માટેની લાગતી . ક્યાં એણે કલ્પેલું ઇંગ્લેન્ડ ને ક્યાં વાસ્તવિકતા બંને વચ્ચે થોડું ઘણું પણ સામ્ય લાગ્યું નહિ . આ લંડન ની શેરીઓમાં ભડકીને તે સાવ કંટાળી ગયો હતો ને તેને હવે અહીં નો મોહ રહ્યો ન હતો . કેમેય કરીને આમાંથી છટકવા  મગર ના જડબા મા અટવાયેલા શિકારની જેમ મરણિયા પ્રયાસો કરી રહ્યો હતો .

      રાતના સમયે શાંત પડી જતો રસ્તો અને તેના વિરોધાભાસ સમુ તેનું મન જ્યાં એક પછી એક એમ આખા વિભિન્ન પ્રકારના વિચારોનો સમુદ્ર ઉદભવી રહ્યો હતો . દિશાશૂન્ય રીતે મુકાતું દરેક પગલું રોડ પર ઢસડાઈને  કોઈ વધુ પડતાં દારુ ઢીંચેલા નશેડી જેવી ચાલ નો અનુભવ કરાવતું હતું . તેનું શરીર તો રોડ પર પરાણે કોઈ લાકડીની જેમ ઊબડખાબડ ઢસડાઈ રહ્યું હતુ પણ એનું મન તો સૈંકડો પ્રકાશવર્ષ દૂર કોઈ બીજી જ આભાસી દુનિયા માં અનંત ઝડપે દોડી ગયું હતું . 

      ચહેરા પર ઉપસેલા સાવ અજાણ્યા ભાવ સાથે જોરદાર રીતે ચાલતી ધમણ ની જેમ એના શ્વાસોશ્વાસ પણ ઊંડાણ પૂર્વક લેવાઈ રહ્યા હતા . ધીમે ધીમે આજુબાજુની ઠંડી ની અસર તેના પર વર્તાઈ હતી ને પરિણામે સાવ નિર્જીવ ની જેમ અનિચ્છાએ હાથને કોટના ખિસ્સામાં મૂકી ને વ્યગ્ર મનને શાંત પાડવાના પ્રયાસો કરી રહ્યો હતો . 

     વારંવાર પ્રયત્નો કર્યા બાદ પણ તેના વિચારો ઉપર કાબૂ મેળવી શક્યો નહોતો . એના માનસપટ ઉપર ઉદભવતી જુદી જુદી કલ્પનાઓમાં તો જગત ના કેટલાય સ્થળો માં ક્ષણે ક્ષણે છલાંગો લગાવી રહ્યો હતો .

   તેણે જરાય અટકયા વગર વણથંભી વણઝાર નું જેમ અવિરત  ડગલાં ભરીને  ચાલવાની શરૂઆત કરી .  તેની આજુબાજુ નું માદક અને શાંત વાતાવરણ ઘણું રોમેન્ટિક મૂડમાં લાવી દે પરંતુ અંદર સળગતું એનું હૈયું કેટલાય ધુમાડા કાઢી રહ્યું હતું જેના લીધે એને એકેય સ્મિત મેળવવું અશક્ય હતું .તેના ચહેરા પર  વ્યગ્રતા ના લીધે સહારા ના રણ માં પવન ના લીધે પડતાં લીસોટા થી પણ વધુ કરચલી ની રેખાઓ હતી .
   
      કદાચ એને દરેક પળ ને પરિસ્થિત માં સહેવાનો જ વારો આવ્યો હતો ને બાળપણ થી આજ સુધી ધિક્કાર તથા અવગણના એવા અભાવો ના પ્રભાવ માં રહીને એની કુદરતી ચંચળતા લુપ્ત થઇ ગઇ હતી . 
 
   3.00 AM ના ટકોરા બાજુમાં જ આવેલી ટાવર વોચ માં પડતાં જ તેના વિચારોની તંદ્રા તૂટીને જોયું તો તે ગ્રાન્ડ વોટસન રોડ ના છેડે આવી પહોંચ્યો હતો . આ સમયે આ જગ્યાએ થી ટેક્સી મેળવવી તો સાવ આસાન હતી પણ ઘરે પહોંચી શકાય એટલા ડોલર તેની પાસે નોતા . બસ પાકીટ માં ની ચબરખી વાંચી ને આવેલા આંસુ વહી જાય એ પેલા લૂછીને ચબરખી ની ગડી વાળીને મૂકી દીધી .

     ઘરે પહોંચવા માટે લેફ્ટ સાઇડ લઈને પહોંચતું હતું પણ ત્યાં જવાની એની લગીરે ઈચ્છા નહોતી . પણ તેણે રાઇટ સાઇડ નો રસ્તો લીધો ને થોડાજ સમયમાં આવી ગયો લંડન ના રેડ લાઈટ એરિયામાં જ્યાં આ સમયે ઘણી ચહલપહલ ને કોલાહલ હતો .   ચારેબાજુ જુદાં જુદાં બીભત્સ પાટિયા લાગેલા હતા જ્યાંથી વંચાયું ,

Erotica 
Fun 
Enjoyment
અને ત્રણ ચોકડી વાળા પોસ્ટર



Episode ૨ ....


The Right Road - gujarati novel introduction



The Right Road 


ધ રાઇટ રોડ 
જીવન ના ગૂઢ અર્થ ને જાણવા લીધેલો ખોટો રસ્તો


આરંભ :
    આમ તો દરેક કથા પોતાની આગવી છાપ છોડતી હોય છે પણ આ ગાથા વાંચીને શબ્દો થોડોક ચમકારો તો ચોક્કસ કરશે .
     
 બુડથલ ,
 ભેજગેપ , 
 બબૂચક , ...... 

    
      આ ગાથા છે ઉદભવ નામના એક મિડલ ક્લાસ વ્યક્તિ ની , જેના સપનાઓ ઘણા બુલંદ છે ને પરિસ્થતિ 
પ્રતિકૂળ આ વીરોધભાસ વચ્ચે તે તેના અસ્તિત્વ ને ટકાવવા શું કરે છે તેની રોમાંચક સફર .

     પેરિસ , ઈટલી , સ્પેન આવી તો કેટલાય સ્થળો બદલાવ્યા બાદ ઉદભવ મળે છે રેડ લાઈટ એરિયામાં એક છોકરીને કદાચ તે જ એને જીવન નો સાચો અર્થ શીખવાડશે .શું તે પોતાનાં ભૂતકાળ છે ભાગીને પીછો છોડાવી શકશે ? જો તમે જ ઉદભવ હોત તો તમે શું કર્યું હોત આ પ્રશ્ન ખુદને એક વાર તો અચૂક પૂછી જો જો . જવાબ મળી જશે તમને કદાચ થોડું વધારે ગડમથલ કર્યા બાદ . જિંદગી માં ઘણા સવાલો પૂછયા હશે સમયે તમને . 

    રોડ શબ્દ સાંભળીને જ મન માં તમે ખેડેલી સફર તમારી આંખો સામે વિઝ્યુલાઇજ થવા માંડે .
આ શબ્દો સાંભળીને તમારા મન માં કેટલાય વિચારો નો જુવાળ ઉદભવ્યો હશે ને તે પણ તમારા અજાણતા .
દરેક શબ્દ , વાક્ય , વર્ણન તમારા મન માં આખો ચિત્રપટ રચે છે અને તમારા માનસપટ માં તમે જોયેલા દૃશ્યો ની હારમાળા સર્જાતી જાય છે .
 
       બસ આ જ શરૂઆત છે એક મહાસંગ્રામ ની જે ઉદભવ અને તેના અહમ વચ્ચે ખેલાશે જેમાં કોણ જીતશે એની માટે તો તમારે આ સમુદ્ર માં એકાદ ડૂબકી તો લગાવવી જ રહી .

   હું ઈચ્છીશ કે તમે પ્રસ્તાવના ના આધાર કરતા મારા કલ્પના વિશ્વ ના આધારે કોઈક ધારણા બાંધશો . 
શરૂ થાય છે એક અનોખી સફર ,


     




એપિસોડ ૧ :


 


    

Action તમિળ ફિલ્મ રીવ્યુ


Action (૨૦૧૯) 

એક્શન fun મૂવી  રિવ્યુ

      ૨૦૧૯ માં રિલીઝ થયેલી અને હમણાં જ યુટ્યુબ પર goldmines telefilms ની official YouTube channel પર રજૂ કરવામાં આવેલી તમિળ એક્ટર વિશાળ ક્રિષ્ના રેડ્ડી  ની ફિલ્મ એક્શન એ નામ મુજબ જ એક્શન કોમેડી ફિલ્મ છે .

      જો તમે સાઉથ ઇન્ડિયન ફિલ્મો ના  હિન્દી ભાષામાં ડબડ વર્જન ના શોખીન છો તો તમને અંબાલા મૂવી નો એ સીન તો યાદ જ હશે જેમાં કાર ને ઉડવા માટે કોઈજ પ્રકાર ના પંખા ની જરૂર નથી બસ બોનેટ ઉપર હીરો ને બેસાડી દયો એટલે પૂરું . પાંચ માળ જેટલી ઊંચાઈ સુધી ઠેકડો મારીને પણ  કારની બોનેટ પર બેસેલા હીરોની હેરસ્ટાઇલ પણ વિંખાતી નથી .  

     હા ભાઈ હાચુ હાંભળ્યું આ મૂવી ના ડિરેક્ટર છે સુંદર C એટલે એક્શન અને કોમેડી નું એવું કોમ્બિનેશન જે ગોતવા છતાં બીજા કોઈજ ડિરેક્ટર માં જડે જ નહીં . રોહિત શેટ્ટી ના ફિલ્મ આખી ફિલ્મ પત્યા બાદ પણ જેટલી કાર ઉડે એના કરતાં વધુ કાર ના સ્ટંટ એક જ સીન માં આવી જાય . દિવાળી ના ફટાકડા એટલી જડપથી  નહિ ફાટતાં હોય એટલા થી વધુ ઝડપે કાર બ્લાસ્ટ થઈ જાય .
  
     જો તમે આ ફિલ્મ લોજિક ની દ્રષ્ટિ એ જુવો છો તો પછી વાત પૂરી કેમ કે આ ફિલ્મ માં ફિઝિક્સ ના એક પણ સિદ્ધાંત નું પાલન થયાં વિના દરેક એક્શન છે પાછું ગુરુત્વાકર્ષણ બળ અને ન્યુટન ના નિયમો લાગુ પાડવા પણ શક્ય નથી . દરેક એક્શન તમારા મુખમંડલે મલકાટ લાવી દે એટલું તો પાક્કું . તમારે આ ફિલ્મ મગજ ને સાઇડ મા રાખીને જોવાનું છે કેમ કે આપડા હીરો તો સ્પાઇડર મેન અને હલ્ક નું એવું કોમ્બિનેશન છે જેને ગોળીઓના વરસાદ માં પણ ગોળી તો શું એક બોમ્બ ધડાકા માં પણ કંઇ જ થવાનું નથી . તો ચાલો લપસિંદરિયા તમિળ ફિલ્મ ની વાર્તા ની વાત કરીએ .

     આ  ફિલ્મ માં આપડા  હીરો ભાઈ એક આર્મી ઓફિસર છે ને નામ છે કર્નલ સુભાષ  અને બીજા બે અગત્યના. કવોલીફિકેશન છે કે વિશાળ ભાઈ તમિલનાડુ રાજ્યના મુખ્યમંત્રી ના નાના દીકરા છે . આ ફિલ્લમ માં ૨ હિરોઈન છે એક તો રૂપાળી તમન્ના ભાટિયા જેનું પાત્ર લેફ્ટનેન્ટ દિયા ને બીજી છે ઐશ્વર્યા લક્ષ્મી જેનું નામ મીરાં . આકાંક્ષા પૂરી એક  કિલર છે જેનું નામ કિયારા જેની કરતા આપડા ભંગાર વાળા નું મોઢું ગોરું લાગે એવા યોગી બાબુ જે પાછા હેકર છે અને એવા હેકર જેને મેકબુક ના કીબોર્ડ ની ચાંપુ દબાવતા પણ આવડતું નથી.
મહા પાવરફુલ વિલન આતંકવાદી સૈયદ ઇબ્રાહિમ મલિક જે પાકિસ્તાન માં રહે છે ને પાછો વિલન ડબલ રોલ માં છે .

    આ ફિલમ ની એક ખાસ વાત એ છે કે આ ફિલ્મ નું ગીત લાઇટ્સ કેમેરા એક્શન એ આપડા ભલ્લાલ દેવ ઉર્ફે રાણા દગ્ગુબતી એ ગાયું છે . બેકગ્રાઉ્ડ મ્યુઝિક હિપ હોપ તમિઝા એ આપ્યું છે .ઉપર થી આ મૂવી માં તમન્ના ભાટિયા ના એક્શન સિકવંસ જોરદાર છે  ને લોકેશન ની વાત કરો તો કેટલાય બહાર ના દેશ જેવા કે લંડન , ઈજીપ્ત  વગેરે માં શૂટ કરવામાં આવ્યું છે .

     વાર્તા માં એવું છે કે હીરો ની ફિયાન્સ મીરાં ને બોમ્બ બ્લાસ્ટ માં અને તમિલનાડુ રાજ્યના ઉપમુખ્યમંત્રી શ્રવણ અને હીરોના મોટા ભાઈ ને કાયરા નામની એક પ્રોફેશલ કિલર મારી નાખે છે અને તેનો બદલો લેવા હીરો લંડન જઈને કાયરાં ને પકડે છે અને અહી તે મળે છે કાર્ટૂન કેરેક્ટર જેવા હેકર જેક ( યોગી બાબુ ) ને એને જાણ થાય છે કે આ પાછળ એના ભાઈના મિત્ર દીપક મહેતા અને પાકિસ્તાન ના ડોન મલિક નો હાથ છે .

       જ્યારે વિશાળ ક્રિષ્ના રેડ્ડી ઉર્ફે સુભાષ લેડી કિલર ને પકડવા જાય છે ત્યાર ની એક્શન જોરદાર છે અને સરસ સિનેમતોગ્રફી દ્વારા રોમાંચક બની જાય છે .કેટલાક અંશે  ફની શોટ જેમાં કિલર અને હીરો બંને ૩૦ માળ ની બિલ્ડિંગ થી કૂદકો લાગવે છે અને ઢસડાતા ઢસડાતા નીચે આવી જાય છે . એક રીતે હીરો સુપરમેન છે જેને કઈ પણ થાય છે  જ નહિ .

       હીરો ઇસ્તંબુલ ની બેંક માં જઈને દીપક મહેતા ના બધા ૪૦૦૦ કરોડ રૂપિયા ડોનેટ કરી દે છે ને અફઘાનિસ્તાન થઈને પાકિસ્તાન માં ઘૂસી જાય છે .
ત્યાંના ડોન મલિક ને એના ઘરે થી ઉપાડી ઇન્ડિયા  હાઇજેક કરી લાવે છે . આખા મૂવી માં તમન્ના ભાટિયા ની એક્ટિંગ જોરદાર છે .

       જો તમને મારધાડ વાળા ફિલ્મો ગમતા હોય તો આ જોરદાર ટાઇમપાસ એન્ટરટેઈનાર છે .આ ફિલ્મ અમેઝોન પ્રાઈમ વિડિયો અને યુટ્યુબ માં પણ હિન્દી મા ઉપલબ્ધ છે .

IMDb rating 4.4



જો  આ રીવ્યુ ગમ્યો હોય તો રેટિંગ આપવાનું ભૂલતા નહીં અને તમારા સલાહ સૂચનો suggestions આવકાર્ય છે .

આપનો દિવસ શુભ રહે 

    

The Kaabil review Gujarati કાબિલ રિવ્યૂ

Kaabil
The Hritik Roshan Movie

      જો તમે મસાલા કોમેડી અને લોજીક વગરના એક્શન ધરાવતી ફિલ્મો ના શોખીન છો તો આ ફિલ્મ તમારી માટે નથી પણ જો તમારે સ્ટ્રોંગ એક્ટિંગ અને દમદાર ડાયલોગ ડિલિવરી ઉપરાંત છેક સુધી જકડી રાખનારી સ્ટોરી આવા અદભુત કોમ્બિનેશન ધરાવતી ફિલ્મ ની શોધ હોય તો આ ફિલ્મ તમારી માટે જ છે .

      સિક્સ પેક ધરાવતો રીલ લાઈફમાં હીરો ને ઝીરો ફિગર ધરાવતી હિરોઈન આવા બોલિવૂડ ફિલ્મો ની હારમાળા વચ્ચે સાવ અલગ જ સ્ટોરીલાઈન ધરાવતી આ ફિલ્મ ઓછામાં ઓછી એક વાર તો જોવાઈ એવી છે . OTT પ્લેટફોર્મ પૈકીના ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમિંગ પણ થઈ રહી છે .

      શરૂઆત થી લઈને અંત સુધી જકડી રાખતી આ ફિલ્મ ની વાર્તા વિજય કુમાર મિશ્રા એ લખી છે અને પળે પળે સસ્પેન્સ અને થ્રીલ જગાડતી સફર માં ડિરેક્ટર તરીકે સંજય ગુપ્તા છે .
 
     સામાન્ય ફિલ્મો ની વાર્તા કરતા ઘણા અંશે જુદી આ વાર્તા માં હીરો અને હિરોઈન બંને અંધ છે અને હિરોઈન ના સુસાઇડ પછી અંધ હીરો પોતાની શારીરિક અક્ષમતા વચ્ચે પણ ગુનેગારો ને કેવી રીતે સજા આપે છે તેની દિલધડક વાર્તા .

યાદગાર ડાયલોગ તરીકે ,
      દિખાઈ નહિ દેતા પર સામને જરૂર હોતા હૈ ,
      હર સૂસાઇડ કરને વાલે કા કાતિલ જરૂર હોતા હૈ .

       વાર્તા સાવ સીધી અને સરળ ઉપરાંત ધાર્યા પ્રમાણે ચાલે છે ને તેથી છેક સુધી વાર્તા માં સસ્પેન્સ નું ફેક્ટર જળવાઈ રહ્યું નથી ને ફર્સ્ટ હાફ થોડોક નીરસ અને કંટાળાજનક પણ લાગી શકે છે ,હા વાર્તા માં અને સ્ક્રીન માં થ્રીલ તો ફિલમ ના એન્ડ સુધી છે .

    વાર્તા નો નાયક એટલે હીરો નું નામ છે રોહન ભટનાકર ( હૃતિક રોશન ) જે બાળપણ થી અંધ છે અને વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે કાર્ટૂન કેરેક્ટર નું ડબિંગ કરે છે . મિત્રો દ્વારા તે એક દિવસ સુપ્રિયા શર્મા ( યામી ગૌતમ ) ને મળે છે જે પણ બ્લાઈન્ડ છે . બંને મળે છે અને થોડા સમયમાં જ લગ્ન કરી લે છે .

    આખા ફિલ્મ નું એક જોરદાર પાસુ છે બંને ની સ્ટ્રોંગ એક્ટિંગ જે છેક સુધી જળવાય છે . બંને તો એક ડાંસ ક્લાસ માં જોરદાર ડાન્સ કરીને સૌને મંતરમુગ્ધ કરી દે છે .

     બંને એક રાત્રે જમીને ઘરે પાછા ફરતા હોય છે ત્યારે તેમને અમિત શેલાર અને વસીમ નામના ગુંડો હેરાન કરે છે ( અમિત શેલાર નું કેરેક્ટર રોહિત રોય એ નિભાવ્યું છે જે ફિલ્મ માં અને હકીકત માં પણ રોનિત રોય નો સગો ભાઈ છે ) જે લોકલ કોર્પોરેટર માધવરાવ શેલાર નો ભાઈ છે . બંને નમૂનાઓ સુપ્રિયા સાથે ખરાબ વર્તન કરે છે . થોડા દિવસો પછી વસીમ અને અમિત સુપ્રિયા ઉર્ફે સુ નો ગેંગ રેપ કરે છે અને કેટલાક દિવસો પછી રોહન ને તેની પત્ની સેલિંગ ફેન પર આત્મ હત્યા કરેલી હાલત માં મળે છે જેનાથી રોહન સાવ ભાંગી જાય છે .

    ત્યારે રોહન ને સુપ્રિયા ની ચિઠ્ઠી મળે છે જેમાં એણે લખ્યું હોય છે કે તેનો એક વાર નહિ પણ બે વાર ગેંગ રેપ કરવામાં આવ્યો હતો . પછી રોહન ને સેકન્ડ હાફ માં તેની મૃત પત્ની નો બદલો લેતો દેખાડવામાં આવ્યો છે અને મારા મતે ત્યારથી ફિલમ રોમાંચ નો અનુભવ કરવા માંડે છે .

   આ ફિલ્મ માં આંધળા હોવા છતાં કઈ રીતે રોહન ભાટનકર તેની પત્નિ ના મૃત્યુ નો બદલો કેટલીયે મુશ્કેલી સહન કરીને કે છે તે ખૂબ જ હદયસ્પર્શી રીતે દર્શાવાયું છે .

    આ ફિલ્મ નું પ્રોડક્શન રાકેશ રોશન અને મ્યુઝિક રાજેશ રોશન એ આપ્યું છે .

   आदमी का खुद का भरोसा उसकी ताकत होता है ।

  यह खेल उन्होंने शरू किया था .. तमाशा आप लोगों ने देखा ... खत्म में करूंगा ।

  अंधेरे में अगर किसी का साथ हो ना तो अंधेरा कम लगता हैं ।

आपकी आंखे तो खुली रहेगी , पर आप कुछ देख नहीं पाएंगे 
आपके कान खुले रहेंगे , पर आप कुछ सुन नहीं पाएंगे 
और सबसे बड़ी बात 
आप सब कुछ समझ जाओगे और किसीको समझा नहीं पाओगे ।


लोग शोर से जागते है और खामोशी मुझे सोने नहीं देती ।

इस गेम में लाइफलाइन नहीं होगी 




  
 
     

   

       
 
    
    

  

    

Monday, October 12, 2020

Ala Vaikunthapuramloo review in gujarati

અલા વૈકુંઠપુરમ
 
અલ્લું અર્જુન નું ala vaikunthapuramloo હમણાં જ Netflix પર જોઈ . ઉપરાંત આ ફિલ્મ sun NXT પર પણ ઉપલબ્ધ છે .જો તમે જીઓ ના યુઝર હોય તો જીઓટીવી માં પણ ઉપલબ્ધ છે .

     અલ્લુ અર્જુન નું નામ સાઉથ ઇન્ડિયન ફિલ્મો જેવી કે તમિળ , તેલુગુ , મલયાલમ કે કન્નડ ભાષા ની dubbed 
Versions જોનારા લોકો માટે સહેજ પણ અજાણ્યું નથી .allu Arjun ની fan following આખા નોર્થ ભારત માં છે .એમની સૂર્યા ધ સોલ્જર , DJ , સરાઈનોડું જેવી ફિલ્મો સુપરહિટ સાબિત થઈ છે . આમાંની સરાઇનોડું એ તો highest viewed film નો રેકોર્ડ 
બનાવ્યો છે .આ sarrainodu વગેરે ફિલ્મો goldmines telefilms ની official YouTube channel પર તમે જોઈ શકો છો .

        Allu Arjun ની છેલ્લી ફિલ્મ સૂર્યા ધ સોલ્જર ની release પછી 2 વર્ષ ના અંતરાલ બાદ 12 જાન્યુઆરી ૨૦૨૦ ના મકરસંક્રાંતિ માં તહેવારે allu Arjun ની ૧૯ મી ફિલ્મ Ala vaikunthapuramloo ( આ રહ્યું
વૈકુંઠપુર ) રિલીઝ થઈ .

       આ એક્શન ડ્રામા ફિલ્મ માં મુખ્ય પાત્રો allu Arjun અને પૂજા હેગડે છે જ્યારે સહાયક પાત્રો માં સુશાંત, મુરલી શર્મા , જયરામ , તબુ અને સચિન ખેડેકર છે . આ ફિલ્મ નું લેખન અને direction ત્રિવિક્રમ શ્રીનિવાસ દ્વારા કરવામાં આવ્યું છે . મ્યુઝિક s થમન દ્વારા આપાયું છે .

      
આ ફિલ્મ નો બેઝિક પ્લોટ અને cinematography 
જબરજસ્ત છે . આ ફિલ્મ એક સંપૂર્ણ entertainer che જેમાં રોમાન્સ , કોમેડી ઉપરાંત ઈમોશનલ ડ્રામા 
ભરપૂર છે .

     આ ફિલ્મ એ ૨૬૨ કરોડ ની ટોટલ ગ્રોસ સાથે જોરદાર commercial success મેળવીને બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કર્યું છે .

   ફિલ્મ શરૂ થાય છે ચોમાસા માં ચાલુ વરસાદે એક ગાયનેક હોસ્પિટલ ના સીન સાથે . મેટરનિટી વોર્ડ ની એક નર્સ સુલોચના કરોડપતિ રામચંદ્ર ના મૃત બાળક ની જાણ કરવા તેના સંબંધી ઓને શોધે છે. 

      આ પરિસ્થિતિ માં વાલ્મીકિ ( મુરલી શર્મા ) તે મૃત બાળક ને પોતાના નવજાત શિશુ સાથે બદલી દેવાની સલાહ આપે છે . આ રકઝક માં નર્સ ને ખબર પડે છે કે કરોડપતિ રામચંદ્ર (જયરામ ) મૃત લાગતું બાળક તો જીવતું છે પરંતુ વાલ્મીકિ નર્સ ને ધક્કો મારીને બીજા માળે થી ફેંકી દે છે અને પોતાના બાળક અને રામચંદ્ર ના બાળકો ની અદલાબદલી કરી દે છે .ત્યાર બાદ title 
Ala vaikunthapuramloo લખાયેલું આવે છે . 

     વાલ્મીકિ ( મુરલી શર્મા ) અને રામચંદ્ર (જયરામ ) બંને પોતાનું career કલાર્ક તરીકે અનંત રામકૃષ્ણ ARK 
( સચિiન ખેડેકર ) ની કંપની માં શરૂ કરે છે . થોડા સમય પછી રામચંદ્ર ARK ની પુત્રી યશું ( તબુ ) સાથે લગ્ન કરીને 
પૈસાદાર બની જાય છે જ્યારે વાલ્મીકિ મધ્યમ વર્ગ ના જીવનનો અફસોસ ગુજારે છે . 

    આ બંને બાળકો જુદાં જુદાં વાતાવરણ માં ઉછરે છે અને એકબીજાથી સાવ વિપરીત વ્યક્તિત્વ ધરાવે છે .રાજ ( સુશાંત ) જે વાલ્મીકિ નો દીકરો છે જે રામચંદ્ર 
ના બંગલા માં ઉછરીને ડરપોક, માસૂમ અને ઓછું બોલવા વાળો બની જાય છે , જ્યારે Bantu ( આલ્લું અર્જુન ) middle class family ma માં રહીને સ્માર્ટ , બેધડક અને હાર્ડ વર્કિંગ બની જાય છે . વાલ્મીકિ 
બંટું સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે અને નફરત નો ભોગ બને છે . 

       થોડા સમય બાદ bantu ની બહેન સાથે કેટલાક ગુંડાઓ સ્કાર્ફ ખેંચીને તેની છેડતી કરે છે .ત્યારે Allu Arjun બધા જ goons ની જોરદાર ધોલાઈ કરે છે .
આ ફિલ્મ ના દરેક એક્શન સીન્સ જોરદાર રીતે ફિલ્માવવામાં આવ્યા છે .

     વાલ્મીકિ જ્યારે Bantu ને આગળ ભણવા માટે MBA કોર્સ માં admission લેવાની ના પાડે છે ત્યારે 
Bantu એક કંપની pack your bags નામની કંપની માં જોબ કરવાની શરૂ કરે છે . અહી OMG daddy 
નામનુ જોરદાર ગીત આવે છે .

      Bantu તેની કંપની જે ટ્રાવેલ એજન્સી છે તેની બોસ અમુલ્યા aka અમ્મુ ને મળે છે .પછી એક love
Song samajavramnga આવે છે જે પેરિસ માં 
શૂટ કરવામાં આવ્યું છે . બંને એક બીજાના પ્રેમમાં પડે છે પરંતુ અમ્મું ની engagement રાજ મનોહર સાથે 
કરી દેવામાં આવે છે અને પાછું રાજ પણ નંદિતા એટલે
નંદુ ( નીવેતા પેથુરજ ) ના પ્રેમ માં હોય છે .

        વિલન appla naidu ramchandra ની કંપની ને આંચકી લેવા તેને મારવા માટે પ્રયત્નો કરે છે 
ત્યારે bantu અને અમૂલ્યા તેને બચાવીને હોસ્પિટલ 
લઈ જાય છે .
    
       અહીં bantu ફેરબદલી વખતે હાજર નર્સ સુલોચના ને મળે છે અને તેને ખબર પડે છે કે તેના સાચા પિતા વાલ્મીકિ નહિ પરંતુ રામચંદ્ર છે .

        આટલા સુધી માં Movie નો first half પૂરો થાય છે ને interval પડે છે ત્યાર બાદ નો સેકન્ડ હાફ
જોરદાર કોમેડી ફેમિલી ડ્રામા છે .

    Bantu કામ કરવાના બહાને વૈકુંઠ પુર એટલે કે તેના biological father રામચંદ્ર ના ઘર માં રહે છે અને 
તેના સાચા માતા પિતા વચ્ચે વધતી દુરીઓ ઘટાડે છે અને 
આખા પરિવાર ને પણ બચાવે છે .

   શું bantu પોતાના સાચા માતા પિતા ને આ વિશે જાણ કરી શકશે કે નહીં એ માટે તમારે આખી ફિલ્મ જોવી પડશે .

  ગોલમાલ અને સિંઘમ જેવી ફિલ્મો માં કામ કરી ચૂકેલા
મુરલી શર્મા એ આ ફિલ્મ માં થોડો હટકે અને સિરિયસ 
Character ને ભજવ્યું છે . મરાઠી અભિનેતા સચિન
ખેડેકર એ હમણાં જ ગુજરાતી ભાષાના ફિલ્મ ગોલકેરી
થી ઢોલીવુડ માં debut કર્યું છે .


   જો તમને આ review ગમ્યો હોય તો રેટિંગ આપવાનું ભૂલતા નહીં . તમારા સૂચનો અને સલાહો આવકાર્ય છે .
સદાય હસતા રહો આપ એવી પરમેશ્વર ને અભ્યર્થના .


Instagram.com/ Aditya_undefined





આ ફિલ્મ ના ગીત butta bomma એ યુટ્યુબ ઉપર ૪૦૦ મિલિયન થી પણ વધુ view મેળવીને highest viewed telugu song નો રેકોર્ડ બનાવ્યો છે .

IMDb ૭.૧


 
    


Banglore Day 1

Day ૧ બેંગ્લોરની સફર માટે આમ તો પરફેક્ટલિ રેડી જ હતા પણ એલાર્મ નું નોટ સો મધુર ધૂને મારા કાન ના કોષોની આત્માને થર્ડ ડિગ્રી ટોર્ચર કરી દીધું ...