Wednesday, August 13, 2025

Banglore Day 1

Day ૧

બેંગ્લોરની સફર માટે આમ તો પરફેક્ટલિ રેડી જ હતા પણ એલાર્મ નું નોટ સો મધુર ધૂને મારા કાન ના કોષોની આત્માને થર્ડ ડિગ્રી ટોર્ચર કરી દીધું ને ઊભો થઈને તૈયાર થઈ ગયો, ઉબેર બુક કરીને બસ રેલ્વે સ્ટેશન તરફ પ્રસ્થાન કરી દીધું , સવારના હજી છ જ વાગ્યા હતાં એટલે ટ્રાફિક નામનું ગ્રહણ લાગ્યું નહીં ને ફાટક થી પહોંચી ગયા. ટ્રેન તો ટાઈમ પર આવી પણ એનો ૫ મીન નો હોલ્ટ ૨૫ મીન સુધી ખેંચાઈ ગયો. બસ આપડે પણ શરીર ને હોરીઝોન્ટલ દિશામાં લંબાવી દીધું ને બસ નાની ઊંઘ ના નામે કુંભકર્ણની મીની આવૃતિ જેટલી નિંદ્રા તો કરી જ લીધી.

   
 ઢોલ નગારા પણ આપડી ઊંઘને ઉની આંચ આપી શકે એમ નથી એવું બ્રહ્મ અનુભૂતિ તો હતી જ પણ આજુબાજુ ટાબરિયાઓ એ બઘડાટી બોલાવી મૂકી,પછી અંતે મારેય આંખો ચોળીને વિશ્વ વિજય મુદ્રા માં બેઠું થવું પડ્યું .વરસાદ નું મસ્ત મોસમ ને બારીમાંથી મારી બતક થી નાની ડોક ફેરવીને પ્રકૃતિના મસ્ત સર્જનો ને નિરખવાનું શરૂ કરું દીધું. બહાર રફતાર થી ચાલતા આ કૂદરતી દ્રશ્યો ની વચ્ચે મેં પણ એક સરસ મજાની બુક માંથી મળતાં શિખામણો વિશે વિચારવા માંડ્યું.

      ભારત ની રેલ માં એમી ભાતભાતની પ્રજા ભરેલી હોય છે (આપડે કોઈને ડિસ્ક્રીમીનાટ તો નઇ જ કરતા !)બધા ના અલગ જીવન, જીવન ની જીવવાનો નજરિયો બધું જ ટોટલી અલગ .બધા ક્યાંક પહોંચવાની ઉતાવળ માં છે , બધા ના કૈક માઈન્ડસેટ છે ને પોતાના વિચારો કંઈક ને કંઈક રીતે વ્યક્ત થતા રહે.બધા પોતપોતાની લડત પોતપોતાની અલગ રીતે લડી રહ્યા છે , ક્યાંક બેકફૂટ પર આવીને પણ થશે પડશે એવી વૃતિ સાથે બસ ચાલ્યા કરે છે લોકો.
   
    માણસના ટ્રોમા ને ભૂતકાળના અનુભવો થી જ એના દ્રષ્ટિકોણ અને માન્યતાઓ ઘડાતી હોય છે એવી ફ્રોઈડ વિચારધારા થી અલગ અલ્ડેરિયન વિચારધારા વિશે સરસ લખાયું હતું કે માણસ ના ઇમોશન્સ એના જ કંટ્રોલ માં હોય છે ને સિલેક્ટિવલી માણસ એના પર્પઝ માટે ઉપયોગ કરતો હોય છે ને એના અનુભવો નું એ કેવું અર્થઘટન કરે છે એના આધારે એની માન્યતાઓ ઘડાય છે , સાવ ભૂતકાળના માથે માછલા ધોવાનો બદલે વર્તમાન માં ખુદની જવાબદારી લઈને જીવન ની સરળ રીતે જોવાનું ઓપ્ટિમિસ્ટમ અગત્યનું છે .


 પછી સીટનું થોડો જુગાડ કરીને મસ્ત કુદરત ના કેન્વાસ ને માણવાનું શરૂ કરી દીધું .ખંડાલા આવતા વેત જ મસ્ત ટ્રેન અંધારા બોગદામાંથી નીકળે ને પર્વતો ની વચ્ચે આમ વાદળાઓ ને ધોધ દેખાવા લાગ્યાં, આમ બધે જ લીલાશ ને ભેજ નું સામ્રાજ્ય પથરાઈ ગયું હતું.કેમેરા માં ઘણું કેપ્ચર કર્યું ને ઘણું આમ સ્મૃતિ માં ઝીલાઈ ગયું બાકી એમાં આવતી મોજે દરિયાને પણ ફુલ બાકાઝીંકી થી પી લીધો.

  અંધારું થયું છે હજુ તો કાલે બપોરે પહોંચીશું પણ ત્યાં સુધી પાછા આ સ્નાયુ ને સ્થિતિફેર આપી દઇએ.
    

     

Monday, August 11, 2025

God

ઈશ્વર કેમ મારું સાંભળતો નથી , કેટલી રોજ પ્રાર્થના કરું પણ ક્યારેય ફળ મળતું નથી,હંમેશા નિરાશા જ મળે છે આવી ફરિયાદો તો દરેક ને ઈશ્વર થી હોવાની જ..આમ બધું ઈચ્છીએ એ મળી જતું નથી એવું થાય છે પણ બીજા છેડે તમારા જીવનના ઘણા અકસ્માતો થી કોઈ દૈવી શક્તિ બચાવી લે છે કદાચ સમયે બ્રેક ના લાગી હોત, કદાચ તમારી સાથે ઘણી દુર્ઘટનાઓ થવાની શક્યતા વચ્ચે તમે મોટેભાગે બચી જ જાઓ છો , તમારા મુશ્કેલીનો ઘણી ધીરજ ધારણ કર્યા પછી ક્યાંક અંત તો આવી જ જાય છે .આવા નાના ચમત્કારો તમને અજાણતા જ સાચવી લે છે સધિયારો આપી દે છે . પ્રકૃતિ ને તમે ઉજવો કે ગાળો આપો એ તો એના લયમાં જ સતત ચાલતી રહે છે .બસ સતત તમને કશુંક શીખવતી રહે છે પણ સફળતા તો શ્રેય તો જાતે લઈને પોતાના ફ્લોપ શો ના બિલ સંજોગોના નામે ફાડી દઈએ છીએ. પણ કુદરતને તમારી નિંદા કે પ્રશંસા થી ક્યાં કોઈ ફેર પડે છે એ તો સમ્યક ભાવ થી વ્યક્ત થતી રહે છે .

love

પ્રેમ વિશે ...

  આમ તો એટલું બધું લખાયુ છે કહેવાયું છે ને દર્શાવવા માં આવ્યું છે ફિલ્મો માં ને બધે , બધા ની પોતાની વ્યાખ્યાઓ છે પણ આમ મૂળભૂલ રીતે આ સાવ સહજ પ્રક્રિયા છે , વ્યક્તિ માટે , વસ્તુઓ માટે , સ્થળો માટે કે કોઈ ગમતી ઘટનાઓ માટે પ્રેમ થાય સ્વાભાવિક છે ને સંપૂર્ણ પ્રાકૃતિક બાબત છે . પ્રેમ એ સાવ બિનશરતી કશાય માપદંડો ને ધ્યાન માં લીધા બસ સ્નેહ આપવાની પ્રક્રિયા છે , જેમ માતા પોતાના બાળકના કશાય અવગુણ થી ઉપરવટ જઈને ને એને નિર્ભેળ સ્નેહ કરે છે , વિજાતીય જાતિમાં પણ વહાલ ઊમટવું સ્વાભાવિક છે પણ સમય ના અંતરાલ પછી બસ સૌંદર્ય, સ્વભાવ કે કોઈ જ માપદંડ વિના પ્રેમ કરતા રહેવું, સ્વીકૃતતા આપી શકવી એ શુદ્ધ લાગણી છે.


Partner)/

   પુરુષો ને સ્ત્રીત્વ ગમે છે , એના રહેલી વિસંગતતાઓ પણ ક્યૂટ લાગે છે શરૂઆત માં સ્વીકારી પણ લે છે પણ ધીમે ધીમે એ સ્વતંત્રતા ઈચ્છવા લાગે છે , એની બંધનો માંથી છટકવાની ઝંખના પ્રબળ થઈ જાય છે ને સ્ત્રીની પણ અપેક્ષાઓ સંતોષાતી નથી પણ આ તો બહુ નિરાશાવાળી વાતો થઇ, 

  મહત્વનું છે સધિયારો , જીવન સાથી દ્વારા પરિસ્થિતિ માં અપાતી ધરપત....થઈ રહેશે એ હૂંફ, આમ બસ મનના આવેગો થી તમારું સાથી શાંતિ આપી શકે છે , તમારા ઉદ્વેગો ને ઠારી શકે છે !! સાજુ નરવું તો કશું હંમેશા ચાલતું નથી પણ હંમેશા બધું પરફેક્ટ કરવું પણ ક્યાં એટલું જરૂરી છે , જે છે એને સ્વીકારી બસ એમાં સુધારા લાવવાની ધીરજ રાખવી કશું રાતોરાત ઊકળી જતું નથી , પરાણે તો બસ ઉપરછલ્લી સંમતિ મળશે એના અસ્તિત્વનું ઊંડાણ નહી.

Married life

દાંપત્ય માં સ્ત્રી પુરુષે એકબીજાના અનહદ પ્રેમી કરતા સઘન મિત્રો હોવું વધુ જરૂરી છે , હોર્મોન ના ઉછાળા અને ફિઝિયોલોજીકલ આકર્ષણ ની એન્ડિંગ પછી મતભેદો એ જ વ્યક્તિ સાથે થવા લાગે છે જેની માટે તો જગ આખા સાથે લડી લેવાના વાયદા કર્યા હોય છે , હવે બસ દુર્ગુણો જ દેખાય ને એના વર્તન થી આખા એના હોવા પર જ ફરિયાદ શિફ્ટ થઈ જાય છે . શરૂઆત હોય ત્યારના અડપલા ને રોમાંચ ગાયબ થઈ જાય ને ઉન્માદ સાવ શમી ગયેલો હોય છે .
   જીવન લાંબું છે ને ઘણું રોચક પણ , દરેક ના જિંદગી જીવવાના અલગ અંદાઝ ને એમ્બીશન પણ ભિન્ન ભિન્ન હોવાના એમાં તમારા આખા જીવન નું સહયાત્રી સાથે બધી બાબતો મેચ થાય એ તો શક્ય નથી , ને એ વિરોધાભાસ ખટાશ ને બદલે ચટપટી બની જાય તો કેવું સારું ? બસ એ માટે એક પગલું લેવું પડશે બસ એને એમ જ સ્વીકારી ને એને તરત બદલાવા કરતા એના દ્રષ્ટિકોણ ને સમજવાનો પ્રયત્ન .હા સરળ તો ક્યાંથી હશે , ને જીવન પણ સરળ નથી પણ મનગમતું તો થઈ જ શકે ને .મારે જ દરેક વખતે જતું કરવાનું એ ભાવ ને નિસ્વાર્થ ભાવે બસ વહાલ આપ્યા કરવું.ક્યારેક એની સાથે બેસીને બસ કંટાળા ને અનુભવવો ..દરેક વખતે કશું કરવું જરૂરી નથી બસ સાથે અસ્તિત્વ ને ઉજ્જવું જરૂરી છે .unplanned એક બીજા ને વહેવા દો અટકાવો નહી solution નહી બસ ક્લેરિટી જરૂરી છે .

Banglore Day 1

Day ૧ બેંગ્લોરની સફર માટે આમ તો પરફેક્ટલિ રેડી જ હતા પણ એલાર્મ નું નોટ સો મધુર ધૂને મારા કાન ના કોષોની આત્માને થર્ડ ડિગ્રી ટોર્ચર કરી દીધું ...